પીએમ મોદીએ ઇમરજન્સી મામલે કોંગ્રેસ પર કર્યો હુમલો, કહ્યું-'સત્તાસુખ માટે જેલખાના બનાવ્યા'

વડાપ્રધાને કહ્યું કે બીજેપીના કાર્યકર્તા લોકોને કટોકટીના દિવસોની યાદ અપાવવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે

પીએમ મોદીએ ઇમરજન્સી મામલે કોંગ્રેસ પર કર્યો હુમલો, કહ્યું-'સત્તાસુખ માટે જેલખાના બનાવ્યા'

મુંબઈ : એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓ વચ્ચે કટોકટીના સમયગાળા વિશે વાત કરી છે. વડાપ્રધાને કહ્યું છે કે દર વર્ષે કટોકટીના એ કાળા દિવસને યાદ કરવામાં આવે છે. બીજેપીના કાર્યકર્તા કટોકટીના દિવસે કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ અને એની સરકારનો વિરોધ કરવા માટે નહીં પણ લોકોને એ દિવસોની યાદ કરાવવા માટે કરે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની ખાસ વાતો...

  • લોકતંત્રને સચેત રાખવા માટે ઇમરજ્ન્સીને યાદ રાખવી જરૂરી છે
  • આજની યુવાપેઢીને કટોકટી વિશે ખાસ માહિતી નથી એટલે તેમને આ જાણકારી આપવી જરૂરી છે
  • સત્તાના સુખ માટે કોંગ્રેસે દેશને જેલખાનામાં તબદિલ કરી દીધો
  • જે પક્ષની અંદર લોકતંત્ર ન હોય તેમની પાસેથી લોકતંત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાની આશા રાખવી પણ ખોટી છે
  • જ્યારેજ્યારે કોંગ્રેસ પક્ષને અને ખાસ કરીને એક પરિવારને પોતાની ખુરશી ગુમાવવાનો ડર લાગ્યો છે ત્યારે તેમણે બુમો પાડવાનું શરૂ કરી દીધું છે
  • કોંગ્રેસ કહે છે કે દેશમાં ડરનો માહોલ છે અને દેશ બરબાદ થવાનો છે જેને અમે જ બચાવી શકીએ છીએ
  • કિશોરકુમારે કોંગ્રેસના કાર્યક્રમમાં ગીત ગાવાની ના પાડી દીધી તો તેમને બેન કરી દીધા

  • જેમણે કટોકટીનો વિરોધ કર્યો તેમને મારા સલામ છે
  • પહેલાં કહેતાં હતા કે આરએસએસ મુસ્લિમોને મારી દેશે. આજે કહે છે કે દલિત સંકટમાં છે
  • કોંગ્રેસને કાલ્પનિક ડર ફેલાવવાની આદત છે અને તેઓ એનો પ્રચાર કરે છે
  • કેટલાક પત્રકારોએ જ ઇમરજન્સી વિરૂદ્ધ લડાઈ લડી હતી
  • રાજીવ ગાંધીએ મીડિયા સાથે કેવું વર્તન કર્યું હતું એનાથી ઇતિહાસ વાકેફ છે

નોંધનીય છે કે 1975માં ઇન્દિરા ગાંધી તરફથી જાહેર કરાયેલી કટોકટીના વિરોધમાં 26 જૂનના દિવસે બીજેપી કાળો દિવસ મનાવી રહી છે. બીજેપીના નેતા દેશના તમામ શહેરોમાં હાજર છે. 25 કેન્દ્રિય મંત્રી આજે 25 શહેરોમાં કાળા દિવસના પ્રસંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news