ડિયર જિંદગી : ‘કાલા’ ઉજાસની આત્મકથા છે...

‘કાલા’ વિશે એકથી એક ચડિયાતા લેખ છે અને દૃષ્ટિકોણ છે. હું ફિલ્મ સમીક્ષક કે એ કલાનો જાણકાર નથી. આ કારણોસર હું અહીં માત્ર જીવન સાથે જોડાયેલી વાતો પર સંવાદ કરું છું. એ મુદ્દાઓની ચર્ચા કરુ છું જે જીવનને નવો અર્થ આપે છે. 

ડિયર જિંદગી : ‘કાલા’ ઉજાસની આત્મકથા છે...

રજનીકાંતની ‘કાલા’ કાલીકરણ એક ફિલ્મ છે. આને માત્ર સિનેમાના દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ. એમાં કલા, રાજનીતિ તેમજ જીવનના રંગ દરેક ફ્રેમમાં નજરે ચડે છે. જો આપણે આપણા દિલ અને દિમાગથી બાળપણથી પહેરાવવામાં આવતા રૂઢિના ચશ્માથી મુક્ત કરીને આ ફિલ્મ જોઈએ તો જીવન જોવાના દૃષ્ટિકોણને બદલી શકીએ છીએ. 

‘કાલા’ વિશે એકથી એક ચડિયાતા લેખ છે અને દૃષ્ટિકોણ છે. હું ફિલ્મ સમીક્ષક કે એ કલાનો જાણકાર નથી. આ કારણોસર હું અહીં માત્ર જીવન સાથે જોડાયેલી વાતો પર સંવાદ કરું છું. એ મુદ્દાઓની ચર્ચા કરુ છું જે જીવનને નવો અર્થ આપે છે. 

1. ‘કાલા’ એક મામલામાં અનોખી છે. ફિલ્મમાં નાયકને દરેક વખતે પોતાના રંગને કારણે ટીકા સાંભળવી પડે છે. અંગત જીવનમાં એ દરેક વ્યક્તિ્ને આવી ટીકાનો સામનો કરવો પડે છે જેનો રંગ કાળો છે. જોકે, હીરોમાં ‘કાળા’ રંગને કારણે કોઈ હીન ભાવના નથી, પણ ગર્વની લાગણી અનુભવે છે. આવી કોઈ વાત બીજી કોઈ ફિલ્મમાં આવી રીતે કરવામાં આવી હોય એવું મને તો યાદ નથી. હું મહદઅંશે હિન્દી ફિલ્મોની વાત કરું છું કારણ કે બીજી ભાષાના સિનેમા વિશે મારી જાણકારી બહુ સિમિત છે. જો તમને જાણકારી હોય તો મને માહિતી આપશો. 

2. ‘કાલા’ દલિત સંઘર્ષ તેમજ કલાની રાજનીતિ સાથે જે વાત સૌથી સારી રીતે કરે છે અને એ છે હીરોની ભુલની સંભાવના. ફિલ્મનો હીરો એક સામાન્ય વ્યક્તિ છે. પ્રેમ કરે છે. લગ્ન કરે છે. પરિવાર અને બાળકો પણ છે. તે પણ પારિવારીક ઝઘડાનો બહુ ખરાબ રીતે સામનો કરે છે. આમ, તે આપણી જેમ જ ઢગલાબંધ ભુલો કરે છે. આ ઘટનાક્રમ બોલિવૂડની પેટર્ન કરતા અલગ છે. બોલિવૂડમાં તો હીરો ક્યારેય ભુલ નથી કરતો. ‘કાલા’ આપણને પ્રેમથી મનુષ્યને મનુષ્ય સમજતા શીખવે છે, અવતારની જેમ રજૂ નથી કરતી. આ એક સામાન્ય માણસની તર્કબદ્ધ રીતે જીવવાની તેમજ પોતાના વિશ્વાસ પર ટકી રહેવાની ગાથા છે.

3. આમ તો આખું ભારત રંગના મામલે ભારે સંવેદનશીલ છે. સુંદર વ્યક્તિને હંમેશા સુશીલ અને ગુણવાન માનવાની પ્રથા છે. ઉત્તર ભારતના પટ્ટામાં તો ગોરા હોવું એ વિશેષાધિકાર છે. કાળા હોવાની હીનતા કોઈ વ્યક્તિના જીવનને હંમેશા માટે નિરાશાની ખીણમાં ધકેલી દે છે. યુવાન તો રંગ પાછળ લગભગ પાગલ છે. એકદમ ઘઉંવર્ણા કે પછી કાળા રંગના વ્યક્તિ્ને જીવનસાથી તો ગોરી જ જોઈએ છે. આમ, લગ્નલાયક યુવકોની શોધમાં રંગ પણ બહુ જરૂરી મુદ્દો છે. 

4. નૈના મજૂમદારે ‘ડિયર જિંદગી’ને લખ્યું છે કે તે રંગ પ્રત્યેના આકર્ષણથી પોતાની જાતને અલગ નથી કરી શકતી. તે ગોરા રંગને પાગલપણાની હદ સુધી પ્રેમ કરે છે. નૈનાના પતિનો રંગ ઘઉંવર્ણો નથી પણ કાળો છે. તે પોતાના પતિ સાથે ખુશ, સંતુષ્ટ અને સંપન્ન જીવન જીવી રહી છે. તેના મનમાં એક ખટકો છે, કાશ! તેઓ ગોરા હોત. નૈના સુશિક્ષિત અને માનવીય દૃષ્ટિકોણથી યુક્ત મહિલા છે. તે બધું સમજે છે, પણ કહે છે કે થોડું સારું ઇચ્છવામાં શું બુરાઈ છે. મેં તેમને જવાબ આપ્યો છે કે ,‘આ થોડું સારું ઇચ્છવાની વાત નથી પણ કોઈ સાથે છળ, અન્યાય અને અપ્રેમ છે. રંગના આધારે કોઈ સાથે ઓછો પ્રેમ કઈ રીતે કરી શકાય!’ 

'કાલા' આપણને જણાવે છે કે કાળા હોવાનો શં અર્થ છે. આ રંગ અને આત્માની પ્રસંગ સહિત વ્યાખ્યા છે. મેં પહેલાં લખ્યું છે એમ પોતાની કમી સાથે આ ફિલ્મ સિનેમાનો એવો સ્વાદ છે જે એકવાર ચાખવા યોગ્ય છે. 

5. ‘કાલા’ના એ હિસ્સાઓમાં જેમાં રજનીકાંત રંગને પ્રાકૃતિક જણાવે છે એમાં રંગહીન વિચારધારાને આગળ લઈ જવામાં આવી છે. એ દૃશ્યોને વારંવાર જોવાથી ઘઉંવર્ણા તેમજ કાળા રંગા લોકોને એ વાત સમજાઈ જશે કે રંગને જીવન અને મરણનો પ્રશ્ન બનાવવાની વાત કેટલી તર્કહીન છે. 

‘કાલા’ એક ખાસ પ્રકારની વિચારધારા સામે પડકાર જ નથી પણ આવી વિચારધારા વિરૂદ્ધ અભિયાન છે જેમાં શ્રેષ્ઠતાનો માપદંડ યોગ્યતા નથી પણ રંગ છે. આપણે રંગભેદ મામલે બહારની દુનિયા પર આધાર રાખીને બેઠા છીએ પણ હકીકતમાં એ આપણી દુનિયામાં જ ઘાતક, ઝેરીલું અને મનુષ્ય વિરોધી છે. 

આપણે રજનીકાંતના આભારી હોવું જોઈએ. તેમણે એક એવા વિચારને ખાતર આપ્યું છે જેની સદીઓથી પ્રતિક્ષા હતી...

તમામ લેખ વાંચવા કરો ક્લિક : डियर जिंदगी

(લેખક ઝી ન્યૂઝમાં ડિજિટલ એડિટર છે)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news