PM મોદીએ મનમોહન સિંહની કરી ખુબ પ્રશંસા, સામે બેઠેલા ખડગે જોતા જ રહી ગયા, જાણો શું કહ્યું? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ખુબ વખાણ કર્યા. ઉપલા ગૃહમાં કાર્યકાળ પૂરો કરનારા સભ્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હું માનનીય ડો. મનમોહન સિંહજીનું સ્મરણ કરવા માંગીશ

PM મોદીએ મનમોહન સિંહની કરી ખુબ પ્રશંસા, સામે બેઠેલા ખડગે જોતા જ રહી ગયા, જાણો શું કહ્યું? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ખુબ વખાણ કર્યા. ઉપલા ગૃહમાં કાર્યકાળ પૂરો કરનારા સભ્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હું માનનીય ડો. મનમોહન સિંહજીનું સ્મરણ કરવા માંગીશ. તેઓ 6 વખત આ સદનમાં પોતાના મૂલ્યવાન વિચારોથી...નેતા તરીકે અને વિપક્ષ નેતા તરીકે પણ તેમનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. આગળ પીએમએ પૂર્વ પીએમ મનમોહન સિંહના વ્હીલચેર પર સદનમાં આવવાના દિવસનો પણ ઉલ્લેખ કર્યો. 

પીએમ મોદીએ કહ્યું કે વૈચારિક મતભેદ, ક્યારેય ચર્ચામાં દોષારોપણ, એ બધુ તો બહુ અલ્પકાળ માટે હોય છે પરંતુ આટલા લાંબા સમય સુધી જે પ્રકારે તેમણે આ સદનનું માર્ગદર્શન કર્યું છે, દેશનું માર્ગદર્શન કર્યું છે...હંમેશા જ્યારે પણ આપણા લોકતંત્રની ચર્ચા થશે તો કેટલાક માનનીય સભ્યોની જે ચર્ચા થશે તેમાં માનનીય મનમોહન સિંહના યોગદાનની ચર્ચા જરૂર થશે. તેમના આ નિવેદન પર સત્તાપક્ષના સભ્યોએ ખુબ મેજ થપથપાવી. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું તમામ સાંસદોને, પછી ભલે તે આ સદનના હોય કે પછી તે સદનમાં હોય, જે આજે છે કે પછી ભવિષ્યમાં આવનારા હોય...હું તેમને જરૂર કહીશ કે આ જે માનનીય સાંસદો હોય છે કોઈ પણ પક્ષના ભલે હોય પરંતુ જે પ્રકારનું તેમણે જીવન જીવ્યું છે, જે પ્રકારની પ્રતિભામા દર્શન તેમણે કાર્યકાળમાં કરાવ્યા હોય તેનો આપણે એક ગાઈડિંગ લાઈટ તરીકે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

— SansadTV (@sansad_tv) February 8, 2024

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મને યાદ છે કે તે સદનની અંદર વોટિંગનો અવસર હતો પરંતુ...ખબર હતી કે જીત ટ્રેઝરી બેન્ચની  થવાની છે. અંતર પણ ખુબ હતું પરંતુ ડો. મનમોહન સિંહજી વ્હીલચેર પર આવ્યા, તેમણે મત આપ્યો. મોદીએ કહ્યું કે એક  સાંસદ પોતાની જવાબદારી માટે કેટલા સજાગ છે તેનું તેઓ ઉદાહરણ છે. તેઓ પ્રેરક ઉદાહરણ હતા. કમિટી મેમ્બરની ચૂંટણી થઈ  તો પણ તેઓ વ્હીલચેર પર મત આપવા માટે આવ્યા. સવાલ એ નથી કે તેઓ કોને તાકાત આપવા માટે આવ્યા હતા. હું માનું છું કે તેઓ લોકતંત્રને તાકાત આપવા માટે આવ્યા હતા. આથી હું આજે વિશેષ રીતે તેમના દીર્ઘાયુ થવાની પ્રાર્થના કરું છું કે તેઓ સતત આપણું માર્ગદર્શન કરતા રહે, આપણને પ્રેરણા આપતા રહે. 

આગળ પીએમ મોદીએ મજાકના સૂરમાં કહ્યું કે બની શકે કે કેટલાક લોકો આવવા માટે જતા હોય અને કેટલાક લોકો જવા માટે જઈ રહ્યા હોય. પીએમએ કહ્યું કે લોકસભા પાંચ વર્ષ બાદ નવા રંગ રૂપ સાથે સજે છે. પંરતુ આ સદન દર બે વર્ષ બાદ નવી પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે. એક નવી ઉર્જા મેળવે છે. એક નવો ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ ભરી દે છે. આથી દર બે વર્ષમાં થનારી વિદાય એક પ્રકારે વિદાય નહીં પરંતુ એ એવી સ્મૃતિઓ અહીં છોડીને જાય છે જે આવનારી બેચ માટે અણમોલ વારસો હોય છે. જે વારસાને તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન વધુ મૂલ્યવાન બનાવવાનો પ્રયત્ન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news