અમદાવાદમાં થશે અસલી દંગલ : પહેલીવાર WWE જેવી કુશ્તી ઘરઆંગણે જોવા મળશે

WWE In Gujarat : અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર WWE જેવી ફાઇટ. વિવિધ રાજ્યોના રેસલર્સ લોખંડની ખુરસી, પાઇપ મારતા જોવા મળશે, 10 હજાર લોકો નિહાળી શકશે રેસલિંગ

અમદાવાદમાં થશે અસલી દંગલ : પહેલીવાર WWE જેવી કુશ્તી ઘરઆંગણે જોવા મળશે

Ahmedabad News : અત્યાર સુધી ગુજરાતીઓએ કુશ્તી માત્ર ટીવી પર જ જોઈ છે. WWE તો ટીવી પર જ જોઈએ છે, તો કુશ્તી જેવી સ્પર્ધાઓ માત્ર ઉત્તર ભારતના રાજ્યોમાં યોજાતી હતી. પરંતું હવે ગુજરાતમાં પણ કુશ્તીની સ્પર્ધા યોજાશે. ગુજરાતમાં કુશ્તીબાજો એકબીજા સાથે ફાઈડ કરતા જોવા મળશે. ડબ્લ્યુડબ્લ્યુઇ જેવી કુસ્તી ઈવેન્ટ અમદાવાદમાં પ્રથમ વખત યોજાવાની છે. અમદાવાદીઓ આ ઈવેન્ટની સાક્ષી બનશે. 25 મી ફેબ્રુઆરીના રોજ કર્ણાવતી ક્લબની સામે આવેલા આરએમ ફાર્મ ખાતે આ સ્પર્ધા યોજાશે. જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી અંદાજે 25 કુસ્તીબાજો ભાગ લેશે.

અમદાવાદમાં આયોજિત થનારી રેસલિંગ ટુર્નામેન્ટની આ 8મી સિઝન છે. આ કાર્યક્રમનું આયોજન શરૂઆતમાં પાલનપુરમાં 2019માં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પાટણ, મહેસાણા અને વિસનગર જેવા વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 10 હજારથી વધુ પ્રેક્ષકો આ ઈવેન્ટમાં આવે તેવ શક્યતા છે. જેમાં ટિકિટની કિંમત 299 થી 4999 સુધીની છે.

અમદાવાદમાં પહેલીવાર આ પ્રકારની ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. આ કુસ્તી મેચમાં WWE જેવી જ હશે. જ્યાં ભારતીય કુસ્તીબાજો રિંગમાં મારામારી માટે ખુરશી અને સીડીનો ઉપયોગ કરશે. 18 બાય 18 ના માપમાં બનેલી રિંગમાં અનેક ખેલ થશે.

WWE ની જેમ જ, આ ટુર્નામેન્ટમાં બેલ્ટ આપવામાં આવશે, જેમાં સિંગલ્સ મેચ, ટેગ ટીમ મેચ અને રોયલ રમ્બલ ફોર્મેટ સહિત 7 થી વધુ બાઉટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં બે કેટેગરીમાં બેલ્ટ જોવા મળશેઃ નેશનલ હેવીવેઈટ ચેમ્પિયનશીપ અને વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશીપ. 

ભારતીય કુસ્તીબાજો અને સારી રીતે પ્રશિક્ષિત રેફરીને બોલાવવામાં આવ્યા છે. આ મેચમાં બે વર્કિંગ બેકસ્ટેજ સાથે ત્રણ રેફરી હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news