CM અને HC ના જજોની કોન્ફરન્સમાં બોલ્યા PM મોદી- ન્યાય જનતાની ભાષામાં હોવો જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું.

CM અને HC ના જજોની કોન્ફરન્સમાં બોલ્યા PM મોદી- ન્યાય જનતાની ભાષામાં હોવો જોઈએ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસના સંયુક્ત સંમેલનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા દેશમાં જ્યાં એક બાજુ જ્યુડિશિયરીની ભૂમિકા બંધારણ સંરક્ષકની છે, જ્યારે legislature નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે બંધારણની આ બંને ધારાઓનો આ સંગલમ, આ સંતુલન દેશમાં પ્રભાવી અને સમયબદ્ધ ન્યાય વ્યવસ્થાનો રોડમેપ તૈયાર કરશે. 

PM મોદીએ કર્યું ઉદ્ધાટન
પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય જજોનું આ સંયુક્ત સંમેલન આપણી બંધારણીય સુંદરતાનું જીવંત ચિત્રણ છે. મને ખુશી છે કે આ અવસરે મને પણ તમારા બધાની સાથે થોડી પળો વિતાવવાનો અવસર મળ્યો. આઝાદીના આ 75 વર્ષોએ જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવ બંનેની ભૂમિકા અને જવાબદારીઓને સતત સ્પષ્ટ કરી છે. જ્યારે જ્યાં પણ જરૂરી હતું, દેશને દિશા આપવા માટે આ સંબંધ સતત evolve થયો છે. 

ન્યાય વ્યવસ્થા કેવી હોવી જોઈએ?
પ્રધાનમંત્રી મોદીએ  કહ્યું કે 2047માં જ્યારે દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણા દશમાં કેવી ન્યાય વ્યવસ્થા જોવા માંગશો? આપણે કયા પ્રકારે આપણી  judicial system ને એટલી સમર્થ બનાવીએ કે તે 2047ના ભારતની આકાંક્ષાઓને પૂરી કરી શકે, તેના પર ખરી ઉતરી શકે, આ પ્રશ્ન આજે આપણી પ્રાથમિકતા હોવો જોઈએ. 

— ANI (@ANI) April 30, 2022

ન્યાય વ્યવસ્થામાં ટેક્નોલોજીની ભૂમિકા
તેમણે કહ્યું કે ભારત સરકાર પણ જ્યુડિશિયલ સિસ્ટમમાં ટેક્નોલોજીની સંભાવનાઓને ડિજિટલ ઈન્ડિયા મિશનનો એક જરૂરી ભાગ માને છે. દાખલા તરીકે, e-courts project ને આજે મિશનમોડમાં implement કરવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને આપણા દેશ માટે અશક્ય ગણવામાં આવતો હતો. આજે નાના કસ્બાઓ એટલે સુધી કે ગામડાઓમાં પણ ડિજિટલ  ટ્રાન્ઝેક્શન સામાન્ય થવા લાગ્યા છે. સમગ્ર વિશ્વમાં ગત વર્ષે જેટલા ડિજિટલ  ટ્રાન્ઝેક્શન થયા તેમાંથી 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયા છે. 

કોર્ટમાં સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આજે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે. એક મોટી વસ્તી માટે ન્યાયિક પ્રક્રિયાથી લઈને નિર્ણય સુધીની વસ્તુઓ સમજવાનું મુશ્કેલ હોય છે. આપણે વ્યવસ્થાને સામાન્ય જનતા માટે સરળ  બનાવવાની જરૂર છે. આપણે કોર્ટમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેનાથી દેશના સામાન્ય નાગરિકોને ન્યાય પ્રણાલીમાં ભરોસો વધશે. તેઓ પોતાને જોડાયેલા મહેસૂસ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news