PM મોદીએ 10 રાજ્યોના 54 જિલ્લાધિકારીઓ સાથે કરી વાત, કોરોનાને કાબૂમાં લેવા માટે જાણો શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ-19 મેનેજમેન્ટને લઈને 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ (DM) સાથે વાત કરી. જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં નવા પડકારોને પહોંચી વળવા માટે નવા સમાધાનની જરૂરિયાત છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ-19 મેનેજમેન્ટને લઈને 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ (DM) સાથે વાત કરી. જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં નવા પડકારોને પહોંચી વળવા માટે નવા સમાધાનની જરૂરિયાત છે.
આફત સામે સંવેદનશીલતાનું સૌથી વધુ મહત્વ-પીએમ મોદી
જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મહામારી જેવી આફત સામે સૌથી વધુ મહત્વ આપણી સંવેદનશીલતા અને આપણા જુસ્સાનું હોય છે. આ ભાવનાથી તમારે દરેક જણ સુધી પહોંચી, જે રીતે તમે કામ કરી રહ્યા છો તેને વધુ તાકાત અને વધુ મોટા માટે કરતા રહેવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે આજે પરિસ્થિતિઓએ તમને પોતાની ક્ષમતાઓની નવી રીતે પરીક્ષા લેવાની તક આપી છે. તમારા જિલ્લાની નાનામાં નાની મુશ્કેલીને દૂર કરવા માટે સંવેદનશીલતાની સાથે લકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે તમારી આ જ ભાવના કામે આવી રહી છે.
વાયરસ સામે લડત માટે ઈનોવેશન ખુબ જરૂરી
પીએમ મોદીએ જિલ્લાધિકારીઓને કહ્યું કે ગત મહામારીઓ હોય કે પછી હાલનો સમય, દરેક મહામારીએ આપણને એક વાત શીખવાડી છે. મહામારી સાથે ડીલ કરવા માટે આપણી કામગીરીમાં સતત ફેરફાર, સતત ઈનોવેશન ખુબ જરૂરી છે. આ વાયરસ મ્યૂટેશનમાં અને સ્વરૂપ બદલવામા હોશિયાર છે. તો આપણી રીત અને સ્ટ્રેટેજી પણ ડાયનામિક હોવી જોઈએ.
રસીના વેસ્ટેજને રોકવું ખુબ જરૂરી-પીએમ
પીએમ મોદીએ કહ્યું કે એક વિષય રસીના વેસ્ટેજનો પણ છે. એક પણ રસી વેડફાય તેનો અર્થ એ છે કે કોઈ એક જીવનને જરૂરી સુરક્ષા કવચ ન આપવું. આથી રસીના વેસ્ટેજને રોકવો ખુબ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે જીવન બચાવવાની સાથે સાથે આપણી પ્રાથમિકતા જીવનને સરળ બનાવી રાખવાની પણ છે. ગરીબો માટે મફત રાશનની સુવિધા હોય, બીજા જરૂરી સપ્લાય હોય, કાળાબજારી પર રોક હોય, આ બધુ આ લડતને જીતવા માટે પણ જરૂરી છે અને આગળ વધવા માટે પણ જરૂરી છે.
સંસાધનોને મહામારી સામે લડવામાં લગાવવાના છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી પાસે જે પણ સંસાધન છે તેનો સમગ્ર ઉપયોગ આ મહામારી સામે લડવામાં કરવાનો છે. તમે તમારા શરૂઆતના દિવસોનું વિચારો અને આજની પરિસ્થિતિને જુઓ. તમને નવા પડકારો મળ્યા છે જે તમારી ક્ષમતાને ટેસ્ટ કરે છે. આપણી સંવેદનશીલતા અને આપણા જુસ્સાનું ટેસ્ટિંગ થાય છે. મહામારીમાં આપણા કામને વધુ તાકાતથી કરતા રહેવાનું છે. પોતાના સ્થાનિક અનુભવોને શેર કરવા અને એક દેશ તરીકે મળીને કામ કરવું જરૂરી થઈ જાય છે.
સંક્રમણ માઈનર સ્કેલ પર રહે છે ત્યારે પણ પડકાર હોય છે
જિલ્લાધિકારીઓને પીએમ મોદીએ કહ્યું કે ગામડાઓમાં ટેસ્ટિંગ વધુ કરવા માટે અને કોરોના સંલગ્ન સમસ્યાઓને પહોંચી વળવા માટે તમે અનેક ઈનોવેટિવ સ્ટેપ્સ લીધા છે. જ્યારે તમે ગ્રામીણો સાથે ડાઈરેક્ટ ઈન્ટરેક્ટ કરો છો ત્યારે ગામડામાંથી અનેક ડર નીકળી જાય છે અને લોકોમાં ગામડાને બચાવવાની જાગૃતતા વધે છે. તેમણે કહ્યું કે એક્ટિવ કેસ ઓછા થવાના શરૂ થઈ ગયા છે. પરંતુ દોઢ વર્ષમાં તમે અનુભવ તો કર્યો હશે કે જ્યારે આ સંક્રમણ માઈનર સ્કેલ ઉપર રહે તો પણ પડકાર બનેલો રહે છે. ટેસ્ટિંગ અને સામાજિક અંતરનું પાલન કરવું વધુ જરૂરી બને છે.
ફીડબેકથી ઈફેક્ટિવ પોલીસી બનાવવામાં મદદ મળે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લાધિકારીઓને કહ્યું કે ફિલ્ડમાં કરાયેલા તમારા કાર્યોથી, તમારા અનુભવોથી અને ફીડબેકથી જ પ્રેક્ટિકલ અને ઈફેક્ટિવ પોલીસી બનાવવામાં મદદ મળે છે. રસીકરણ રણનીતિમાં પણ દરેક સ્તર પર રાજ્યો અને અનેક સ્ટેકહોલ્ડરોથી મળનારા સૂચનોને સામેલ કરીને આગળ વધારવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે