કોરોના કાળમાં શાકભાજીના ભાવ તો ઘટ્યાં, પણ વેપારીઓને નથી મળી રહ્યાં ગ્રાહકો
શાકભાજીના ભાવ ઘટ્યા છે અને સાથે જ ખરીદી પણ ઓછી થઈ રહી છે. કોરોના અને કરફ્યૂ ના કારણે લોકો વધુ ખરીદી કરવા આવી નથી રહ્યાં.
Trending Photos
આશ્કા જાની, અમદાવાદઃ કોરોનાની બીજી લહેરના કારણે દેશભરમાં હાહાકાર મચ્યો છે. ગુજરાતમાં પણ કાળમુખા કોરોનાનએ કહેર વર્તાવ્યો છે. સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા કેટલાંક નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. જોકે, તેના કારણે ધંધા-રોજગારને પણ અસર પહોંચી રહી છે. ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાનારા શાકભાજી વાળા પણ હવે બુમો પાડી રહ્યાં છે.
ZEE 24 કલાકની ટીમે અમદાવાદના વિવિધ વિસ્તારમાં શાકભાજીના વેપારીઓની મુલાકાત લઈને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે વેપારીઓનું કહેવું છેકે, હાલ શાકભાજીના ભાવ તો પહેલાં કરતા ઘટી ગયા છે. જોકે, તેમ છતાં કોરોનાના ડરના કારણે લોકો શાકભાજી ખરીદવા આવતા નથી. જ્યારે કેટલાંક લોકો સસ્તો ભાવ કરાવીને મોટો સુપર મોલમાંથી ચાર-પાંચ દિવસનું સામટું શાકભાજી લઈ જાય છે, જેને લીધે શાકભાજીના નાનાવેપારીઓને ભારે હાલાકી પડી રહી છે.
અન્ય એક વેપારીનું કહેવું છેકે, કોરોનાને કાબુમાં લાવવા માટે સરકારે હાલ અમુક વિસ્તારોમાં અમુક મર્યાદિત સમય માટે કરફ્યૂ જાહેર કરેલો છે. જોકે, તેની અસર નાના ધંધા-રોજગાર પર પણ થઈ રહી છે. કોરોના બાદ આવેલી બીજી નવી બીમારીના ડરથી હવે લોકો ઘરની બહાર નીકળતા જ ડરે છે. જેને કારણે અમારે ધંધામાં ભારે નુકસાન થાય છે. ઘણાં લોકોએ તો કોરોનાના કારણે શાકભાજી ખાવાનું જ બંધ કરી દીધું. ઘણાં એવા લોકો છે જે કોરોનાના સંક્રમણના ડરથી છેલ્લાં ઘણાં સમયથી દાળ, કઠોળ અને કઢી, છાશ, દહીં કે દૂધ ખાઈને જ પોતાનું કામ ચલાવી રહ્યાં છે.
વેપારીએ શાકભાજીના ભાવ અંગે જણાવ્યુંકે, રાત્રી કરફયૂના કારણે લીલા શાકભાજીના ભાવમાં 25 ટકાનો ઘટાડો થયો છે. કરફ્યૂને કારણે હવે પહેલાં જેવો ધંધો નથી થઈ શકતો. શાકભાજીના ભાવ ઘટ્યા છે અને સાથે જ ખરીદી પણ ઓછી થઈ રહી છે. કોરોના અને કરફ્યૂ ના કારણે લોકો વધુ ખરીદી કરવા આવી નથી રહ્યાં.
અમદાવાદમાં શાકભાજીના ભાવ પર પણ એક નજર કરી લઈએ. વિવિધ શાકભાજીના કિલો દીઠ ભાવ નીચે મુજબ છેઃ
તાંદળજો 20 રૂ.
પાલક 40 રૂ.
મેથી 60 રૂ.
મૂળા ભાજી..20 રૂ.
ધાણા..60 રૂ.
ફુદીનો.60 રૂ.
મરચા.40 રૂ.
લિબુ.60 રૂ.
આદુ..40 રૂ.
ટામેટા..30 રૂ.
બટાટા.20 રૂ.
ડુંગળી.20 રૂ.
કોબીચ.40 રૂ.
ફ્લેવર.50 રૂ.
ભીંડા.30 રૂ.
દૂધી.20 રૂ.
ગુવાર.40 રૂ.
ટીડોડા.40 રૂ.
પર્વર.40 રૂ.
વટાણા.60 રૂ.
ચોળી.60 રૂ.
તુવેર.100 રૂ.
રીગણ..20 રૂ.
કેપ્સિકમ 40 રૂ.
કાચી કેરી દેશી.20 રૂ.
રાજપુરી..50 રૂ.
તુરિયા.40 રૂ.
ગલકા.30 રૂ.
ગાજર.30 રૂ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે