PM મોદીએ કર્યું IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન, ઓડિશાને આપી 14 હજાર કરોડની ભેટ

ઓડિશામાં સ્વાસ્થ્ય, રોડ-રસ્તા, ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી 14,500 કરોડ રૂપિયાનાં રોકાણની વિકાસ યોજનાઓનો પણ શુભારંભ કર્યો છે. આ યોજનાઓમાં 3,800 કરોડ રૂપિયાની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પારાદીપ- હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇન પણ સામેલ છે.

PM મોદીએ કર્યું IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન, ઓડિશાને આપી 14 હજાર કરોડની ભેટ

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે (24 ડિસેમ્બર) આઇઆઇટી ભુવનેશ્વરનું ઉદ્ધાટન કર્યું છે. સાથે જ તેઓ ઓડિશામાં સ્વાસ્થ્ય, રોડ-રસ્તા, ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી 14,500 કરોડ રૂપિયાનાં રોકાણની વિકાસ યોજનાઓનો પણ શુભારંભ કર્યો છે. આ યોજનાઓમાં 3,800 કરોડ રૂપિયાની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પારાદીપ- હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇન પણ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે આ પાઇપલાઇનથી ઓડિશા પૂર્વ ભારતનું પેટ્રોલિયમ હબ બનશે.

પીએમ મોદીએ તે દરમિયાન કહ્યું કે વિકાસના આ સમગ્ર પ્રોજેક્ટ્સ માટે ઓડિશાના દરેક લોકોને ખુબ-ખુબ શુભકામનાઓ આપુ છું. આ પહેલી વખત છે કે જ્યારે કોઇ કેન્દ્ર સરકાર દ્વારા ઓડિશા સહિત સંપૂર્ણ પૂર્વ ભારતના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે આઇઆઇટી ભુવનેશ્વરના યુવાનો માટે સમર્પિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. તેના નિર્માણમાં 1260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભવ્ય કેમ્પસ આવનારા સમયમાં ઓડિશાના યુવાઓના સપનાનું સેન્ટર તો બનશે, સાથે તે યુવાઓ માટે રોજગારનું નવું માધ્યમ પણ બનશે.

પીએમ મોદીએ કહ્યું કે આવનારા દિવસોમાં બ્રહ્મપુરમાં લગભગ 1600 કરોડ રૂપિયાના ખર્ચથી IISEનું પણ કાર્ય શરૂ થવા જઇ રહ્યું છે. ઓડિશાની આ નવી સંસ્થા જ્ઞાન અને ઇનોવેશનથી ઓડિશાની પુરાતન ઓળખને વધુ મજબૂત કરશે. શિક્ષણની સાથે સાથે જનતાના સ્વાસ્થ્ય પર પણ કેન્દ્ર સરકાર ધ્યાન આપી રહી છે.

તેમણે કહ્યું કે દેશના પહેલા સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ની ભુમિકા ભજવનાર પાયકા ક્રાંતિને 200 વર્ષ પુરા થવા પર એક ટપાલ ટિકિટ ને સિક્કો પણ આજે જાહેર કરવામાં આવ્યો છે. ઓડિશાના ઇંફ્રાસ્ટ્રક્ચરથી લઇને જન વિકાસ માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે હું આ કામ સતત ચાલુ રાખીશ.

આ ઉપરાંત 3,437 કરોડ રૂપિયાની બોકારોથી અંગુલની પાઇપલાઇન લગાવવાની પણ યોજના સામેલ છે. આ જગદીશપુર-હલ્દિયા અને બોકારો ધામરા પાઇપલાઇનોની જોડશે. પીએમ મોદી બરહમપુરમાં 1,583 કરોડ રૂપિયાના ખર્ચથી સ્થાપના કરવામાં આવતી ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચનો પણ પાયો નાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત પીએમ મોદીએ રાષ્ટ્રી રાજમાર્ગ-પાંચને ચંડીખોલે-ભદરક ખંડ (1492 કરોડ રૂપિયા)ના સિક્સ લેન માર્ગ, રાષ્ટ્રીય રાજમાર્ગ-42ના કટક-અંગુલ ખંડ (1991 કરોડ રૂપિયા)નો ફોર લેન માર્ગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ-5ને 132.14 કિલોમિટર લંબે ભુવનેશ્વર-પુઇનટોલા ખંડને 6 લેન માર્ગની સાતે ભુવનેશ્વરમાં ઇએસઆઇસી હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news