વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં PM મોદી સૌથી આગળ, બાઇડન અને જોનસનને પાછળ છોડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બીજા દેશના નેતાઓથી ખુબ આગળ છે. પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ 70 ટકા છે અને તે વિશ્વના ટોપ નેતાઓમાં સૌથી વધુ છે. ધ મોર્નિંગ કંસલ્ટના સર્વેમાં આ વાત સામે આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશોમાં પણ છે. અપ્રૂવલ રેટિંગ એજન્સીના એક સર્વેમાં આ વાત સામે આવી છે. પીએમ મોદીએ વિશ્વના અનેક નેતાઓને પાછળ છોડી દીધા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના પીએમ બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે.
મોર્નિંગ કંસલ્ટના આ સર્વેમાં પીએમ મોદીની અપ્રૂવલ રેટિંગ સૌથી વધુ 70% છે. સર્વોમાં બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબરાડોર (66%) અને ત્રીજા નંબર પર ઇટાલીના પીએમ મારિયો દ્રાગી (58%) છે. જર્મનીના ચાન્સલર એન્જેલા મોર્કલ (54%) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (44%) છઠ્ઠા સ્થાન પર છે.
PM @NarendraModi ji continues to be the most admired world leader.
With an approval rating of 70% he once again leads among global leadershttps://t.co/zlyROFfBIV pic.twitter.com/3fa2O4cW0M
— Piyush Goyal (@PiyushGoyal) November 6, 2021
રેટિંગમાં કોણ ક્યાં છે
1. નરેન્દ્ર મોદી: 70 ટકા
2. લોપેઝ ઓબ્રાડોર: 66 ટકા
3. મારિયો ડ્રેગી: 58 ટકા
4. એન્જેલા મર્કેલ: 54 ટકા
5. સ્કોટ મોરિસન: 47 ટકા
6. જો બાઇડેન: 44 ટકા
7. જસ્ટિન ટ્રુડો: 43 ટકા
8. ફ્યુમિયો કિશિદા: 42 ટકા
9. મૂન જે-ઈન: 41 ટકા
10. બોરિસ જોહ્ન્સન: 40 ટકા
11. પેડ્રો સાંચેઝ: 37 ટકા
12. ઈમેન્યુઅલ મેક્રોન: 36 ટકા
13. જેયર બોલ્સોનારો: 35 ટકા
Global Leader Approval: Among All Adults https://t.co/dQsNxouZWb
Modi: 70%
López Obrador: 66%
Draghi: 58%
Merkel: 54%
Morrison: 47%
Biden: 44%
Trudeau: 43%
Kishida: 42%
Moon: 41%
Johnson: 40%
Sánchez: 37%
Macron: 36%
Bolsonaro: 35%
*Updated 11/4/21 pic.twitter.com/PJYfAAkzFo
— Morning Consult (@MorningConsult) November 5, 2021
મોર્નિંગ કંસલ્ટ તરફથી દરેક દેશના વયસ્કો સાથે ઇન્ટરવ્યૂના આધાર પર રેટિંગ નક્કી કરવામાં આવે છે. આ આંકડા તૈયાર કરવા માટે મોર્નિંગ કંસલ્ટે ભારતમાં 2126 લોકોના ઓનલાઇન ઇન્ટરવ્યૂ કર્યા હતા. અમેરિકી ડેટા ઇન્ટેલિજેન્સ ફર્મ મોર્નિંગ કંસલ્ટે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સર્વોચ્ચ નેતાઓ માટે અનુમોદન રેટિંગને ટ્રેક કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે