અક્ષય કુમારની 'સૂર્યવંશી'નું રેકોર્ડબ્રેક ઓપનિંગ કલેક્શન: કોરોનામાં પણ 27 કરોડની કમાણી કરી

કોવિડના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાંબા સમય સુધી સિનેમાઘરોમાં સન્નાટો જોવા મળ્યો હતો. પહેલા તો સરકારની ગાઈડલાઈન્સના કારણે થિએટર્સ ખૂલી રહ્યા નહોતા, પરંતુ જ્યારે સિનેમાઘરો ખૂલ્યા ત્યારે લોકો સૌથી વધુ થિએટર્સમાં ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. ઘણા લાંબો સમય વિતી ગયો હતો અને આવા સમયે લોકોને OTT પર ફિલ્મો જોવાની આદત પણ લાગી ગઈ હતી, તો અમુક લોકો તો હજુ પણ કોવિડના મારથી હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યા નથી.
અક્ષય કુમારની 'સૂર્યવંશી'નું રેકોર્ડબ્રેક ઓપનિંગ કલેક્શન: કોરોનામાં પણ 27 કરોડની કમાણી કરી

નવી દિલ્હી: કોવિડના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાંબા સમય સુધી સિનેમાઘરોમાં સન્નાટો જોવા મળ્યો હતો. પહેલા તો સરકારની ગાઈડલાઈન્સના કારણે થિએટર્સ ખૂલી રહ્યા નહોતા, પરંતુ જ્યારે સિનેમાઘરો ખૂલ્યા ત્યારે લોકો સૌથી વધુ થિએટર્સમાં ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. ઘણા લાંબો સમય વિતી ગયો હતો અને આવા સમયે લોકોને OTT પર ફિલ્મો જોવાની આદત પણ લાગી ગઈ હતી, તો અમુક લોકો તો હજુ પણ કોવિડના મારથી હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યા નથી.

अक्षय कुमार की 'सूर्यवंशी' ने किया धमाल, पहले ही दिन इतनी कमाई करके उड़ा दिया गर्दा

સૂર્યવંશીએ પહેલા દિવસે કરી આટલી કમાણી
બોલિવુડના સ્ટાર્સ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ના રિલીઝ થયા બાદ સિનેમાઘરોમાં બિલકુલ અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. એકવાર ફરીથી થિએટર્સમાં જબરદસ્ત ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સૂર્યવંશી (Sooryavanshi) રિલીઝ થતાં જ પહેલા દિવસે 26.29 કરોડ રૂપિયાની કમાણીની સાથે દેશભરના સિનેમાઘઘરોમાં ધમાકેદાર શરૂઆત કરી છે.

થિએટર્સમાં રિલીઝ થઈ સૂર્યવંશી
કોરોના વાયરસ મહામારીના કારણે ઘણી વખત ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી પરંતુ છેવટે દિવાળીના તહેવારો પર રોહિત શેટ્ટી (Rohit Shetty)એ આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરી.. સૂર્યવંશી (Sooryavanshi)ના રિલીઝ થતાંની સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સિનેમાઘરોની બહાર લાઈનો લગાવી રહેલા પ્રશંસકોમાં જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

બ્રાઝિલની પ્રખ્યાત સિંગરની પ્લેન ક્રેશમાં મોત, મ્યૂઝિક કોન્સર્ટમાં જતી વખતે અકસ્માત નડ્યો

થિએટ્સમાં રોહિત શેટ્ટીનો ધમાકો
રિલાયંસ એન્ટરટેનમેન્ટએ જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં એવું જોવા મળ્યું કે થિએટર્સમાં દર્શકોની સંખ્યા સીમિત હોવા છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મ ઘણો સારો કારોબાર કરી રહી છે. રિલાયંસના મતે, રોહિત શેટ્ટી (Rohit Shetty) નિર્દેશિત સૂર્યવંશી (Sooryavanshi) એ પહેલા જ દિવસે દેશના મોટા ભાગોમાં 50 ટકા છૂટછાટ હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

ક્યારે અને ક્યાં ક્યાં ખૂલ્યા થિએટર્સ?
દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત ઘણા રાજ્યોએ જુલાઈ-ઓગસ્ટ મહિનાથી જ થિએટર્સનું સંચાલન ફરીથી શરૂ કરી દીધું હતું. જોકે, હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે એક મુખ્ય બજાર મહારાષ્ટ્રમાં થિએટર ઓક્ટોબરમાં 50 ટકાની ક્ષમતાની સાથે ફરીથી ખૂલ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news