PM Narendra Modi નો ટ્રેઈની IPS ઓફિસરો સાથે સંવાદ, કહ્યું- યુવા લીડરશીપ દેશને આગળ લઈ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્રેઈની આઈપીએસ ઓફિસરો  (IPS Probationers)  સાથે સંવાદ કર્યો.

PM Narendra Modi નો ટ્રેઈની IPS ઓફિસરો સાથે સંવાદ, કહ્યું- યુવા લીડરશીપ દેશને આગળ લઈ જશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્રેઈની આઈપીએસ ઓફિસરો  (IPS Probationers)  સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ ટ્રેઈની આઈપીએસ ઓફિસરોને અનેક સવાલ પૂછ્યા અને તેમના સૂચનો પણ માંગ્યા. પ્રધાનમંત્રીએ ટ્રેઈની આઈપીએસ ઓફિસરોને કહ્યું કે તમારી યુવા લીડરશીપ દેશને આગળ લઈ જશે. 

દેશને કામ લાગે છે ઓફિસરોનો અભ્યાસ
અત્રે જણાવવાનું કે આઈપીએસ ઓફિસરોની ટ્રેઈનિંગ સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી નવી દિલ્હી ખાતે થઈ છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે ઓફિસરોનો અભ્યાસ દેશની સેવામાં કામ લાગે છે. 

પોલીસ વિભાગ આ રીતે થશે મજબૂત
પીએમ મોદીએ આઈપીએસ ટ્રેઈની નવજોત સૈનીને કહ્યું કે તમે પોલીસ વિભાગની પસંદગી કરી, મને તેનાથી ખુશી છે. પોલીસ વિભાગમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. તે દેશ માટે સારું છે. તેનાથી પોલીસિંગ સિસ્ટમ વધુ મજબૂત થશે. મહિલા ઓફિસરો પર દેશને ગર્વ છે. 

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થયો વિકાસ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તમે બધા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ પૂરી થયા બાદ આવનારા સમયમાં અલગ અલગ રાજ્યોમાં પોલીસ અધિકારી બનશો. પૂરા મનથી દેશની સેવા કરો. નક્સલવાદ પર સરકારે લગામ કસી છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ થયો છે. હું આશા રાખુ છું કે યુવા લીડરશીપ તેને આગળ વધારશે. 

તેમણે કહ્યું કે સાઈબર ક્રાઈમ એક મોટી સમસ્યા બની ગઈ છે. સાઈબર અપરાધી મહિલાઓ અને બાળકોને તેનો જલદી નિશાન બનાવે છે. ડિજિટલ અવેરનેસ પોલીસ સ્ટેશનો સુધી હોવી જરૂરી છે. આ માટે અભિયાન ચલાવવાની જરૂર છે. નવા પોલીસ અધિકારીઓની પાસે પણ આ વિષયે કોઈ સૂચનો હોય તો મારા સુધી પહોંચાડો, મંત્રાલય સુધી પહોંચાડો. 

એક અન્ય ટ્રેઈની ઓફિસર સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે પોલીસ અધિકારીઓએ ફિટ રહેવું ખુબ જરૂરી છે. પોલીસ જો પોતાની ફિટનેસને મજબૂત કરશે તો તે સમાજ માટે પણ સારું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news