Free fire ગેમ બની સ્યૂસાઈડ ગેમ, માસુમના આત્મહત્યાનો બીજો કિસ્સો બન્યો

Free fire ગેમ બની સ્યૂસાઈડ ગેમ, માસુમના આત્મહત્યાનો બીજો કિસ્સો બન્યો
  • મધ્ય પ્રદેશમાં ફ્રી ફાયર ઓનલાઈન ગેમમાં 40 હજાર ગુમાવવા પર 13 વર્ષના વિદ્યાર્થીએ ફાંસી લગાવી 

ઝી મીડિયા/બ્યૂરો :મધ્ય પ્રદેશના છતરપુરમાં ઓનલાઈન ગેમ (online game ‘free fire’) માં 40 હજાર રૂપિયા ગુમાવવા પર 13 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના ઢાના તાલુકામાં આ પ્રકારનો આત્મહત્યા (suicide) નો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફ્રી ફાયર ગેમની લતને કારણે 12 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવી હતી. 

પોલીસ કમિશનર (ડીએસપી) શશાંક જૈને જણાવ્યું કે, છઠ્ઠા ધોરણના એક વિદ્યાર્થીએ શુક્રવારે બપોરે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. ઘટના સ્થળ પરથી એક સ્યૂસાઈડ નોટ મળી છે.  

ડીએસપીએ જણાવ્યું કે, સ્યૂસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું કે, તેના માતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા હતા. આ રૂપિયા તેણે ફ્રી ફાયર ઓનલાઈન ગેમમાં બરબાદ કર્યા હતા. વિદ્યાર્થીએ પોતાની માતા પાસે માફી માંગતા લખ્યું કે, આ કારણે તેણે આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીએ જ્યારે આ પગલુ ભર્યુ ત્યારે તેની માતા કે પિતા ઘરે ન હતા. વિદ્યાર્થીની માતા પ્રદેશના સ્વાસ્થય વિભાગમાં નર્સ છે અને ઘટનાના સમયે જિલ્લા હોસ્પિટલમાં કાર્યરત હતા. 

રૂપિયાની લેણદેણને લઈને વિદ્યાર્થીના માતાના ફોન પર રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો, જેના બાદ માતા તેના દીકરા પર ગુસ્સે થઈ હતી. આ બાદ વિદ્યાર્થીએ ખુદને રૂમમાં બંધ કરી લીધો હતો. થોડા સમય બાદ તેની બહેન રૂમમાં પહોંચી તો તે અંદરથી બંધ હતો. તેને આ વાતની જાણ પોતાના તેણે માતાપિતાને કરી હતી. જેના બાદ દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડાયો તો વિદ્યાર્થી પંખા સાથે લટકતો મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news