23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર

વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જીને ચેતવણી આપી છે કે તેમણે વિશ્વાસઘાત કર્યો છે માટે 23 મે બાદ તેમનું બચવું મુશ્કેલ થશે

23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર

કોલકાતા : લોકસભા ચૂંટણી 2019માં ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. એટલા માટે વડાપ્રધાન મોદી સતત પશ્ચિમ બંગાળની મુલાકાતો કરી રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળનાં શ્રીરામપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ અહીં દીદી (મમતા બેનર્જી) પર શાબ્દિક નિશાન સાધ્યું હતું. એટલે સુધી કે તેમને ચેતવણી આપી છે કે તેમણે વિશ્વાસઘાત કર્યો છે એટલા માટે 23 મે બાદ તેમનું બચવું મુશ્કેલ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં દાવો કરવામાં આવ્યો છે કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલા માટે ચૂંટણીનાં પરિણામો 23 મે બાદ તેમનું બચી શકવું મુશ્કેલ થશે. 

— ANI (@ANI) April 29, 2019

વડાપ્રધાને દાવો કર્યો કે, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.  એટલા માટે ચૂંટણીનું પરિણામ 23 મે બાદ તેમનું બચવું મુશ્કેલ થશે. તેમણે કહ્યું કે, પરિણામો બાદ જ્યારે ચારે તરફ કમળ ખીલશે ત્યારે તમારા ઘારાસભ્યો તમને છોડીને ભાગી જશે.  તેમણે દાવો કર્યો કે દીદીનાં 40 ધારાસભ્યો આજે પણ તેમના સંપર્કમાં છે. 

વડાપ્રધાને કહ્યું કે, ઝડપથી દીદીનાં સ્પીડ બ્રેકરથી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી હાલ ખુબ જ ગુસ્સો કાઢી રહ્યા છે. તેઓ મોદીથી એટલા નારાજ છે કે તૃણમુલનાં કાર્યકર્તાઓ પણ દીદી સામે જતા ગભરાય છે. તેમને લાગે છે કે મોદી માટેનો ગુસ્સો કાર્યકર્તાઓ પર ન નિકળી જાય. 

બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેમણે જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. તેમણે જે ચીટફંડ ગોટાળો કર્યો છે. હવે તે લોકોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેનો હિસાબ જરૂર કરવામાં આવશે. કારણ કે જનતા ભુલ માફ કરી શકે પરંતુ વિશ્વાસઘાત ક્યારે પણ માફ નથી કરી શકતા. 

પશ્ચિમ બંગાળમાં જે જનતાની અંદર ગુસ્સો છે તે માત્ર વિશ્વાસઘાતનો છે. પશ્ચિમ બંગાળમાં દીદીના પગતળેથી જમીન ખસી ચુકી છે. પશ્ચિમ બંગાળના વામપંથમા ફસાયું હતું હવે દમન પંથમાં ફસાઇ ચુક્યું છે. જો કે હવે બંગાળને વિકાસ પથ સાથે લઇ જવું જરૂરી છે. આ વિકાસ પથ હવે ભાજપ પશ્ચિમ બંગાળમાં લઇને આવશે. કેરળ સરકાર ભાવ અને ભાવવિહિન વિચારધારા ધરાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news