ઝારખંડ ચૂંટણી: કર્ણાટક પેટાચૂંટણીના પરિણામોથી 3 મોટા સંદેશ મળ્યાં, જનતાએ પાઠ ભણાવ્યો- PM મોદી

ઝારખંડ (Jharkhand) માં ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ ચૂંટણી રેલીઓ યોજી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ પણ ઝારખંડમાં મોરચો સંભાળ્યો છે. આજે તેમણે સોમવારે બરહીમાં રેલી સંબોધ્યા બાદ બોકારોમાં એક જનસભાને સંબોધન કર્યું. તેમણે રેલીમાં રઘુવર સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી અને સાથે સાથે કોંગ્રેસ (Congress) અને જેએમએમ )(JMM) ને પણ ઘેર્યાં. 
ઝારખંડ ચૂંટણી: કર્ણાટક પેટાચૂંટણીના પરિણામોથી 3 મોટા સંદેશ મળ્યાં, જનતાએ પાઠ ભણાવ્યો- PM મોદી

બોકારો: ઝારખંડ (Jharkhand) માં ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ ચૂંટણી રેલીઓ યોજી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ પણ ઝારખંડમાં મોરચો સંભાળ્યો છે. આજે તેમણે સોમવારે બરહીમાં રેલી સંબોધ્યા બાદ બોકારોમાં એક જનસભાને સંબોધન કર્યું. તેમણે રેલીમાં રઘુવર સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી અને સાથે સાથે કોંગ્રેસ (Congress) અને જેએમએમ )(JMM) ને પણ ઘેર્યાં. 

આ દરમિયાન તેમણે વિરોધી પર નિશાન સાધતા કહ્યું કે આ સંયોગ જ છે કે આજે જ્યારે હુ ભરીથી ભાજપ (BJP) ની સરકાર બનાવવાની અપીલ કરવા માટે આવ્યો છું ત્યારે સામે એક ગઠબંધન ઝારખંડને લૂંટવાની મથામણ કરી રહ્યું છે અને દેશના અન્ય રાજ્યએ મોટો નિર્ણય આપી દીધો છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં પેટાચૂંટણીઓના પરિણામો આવ્યાં છે. આજે કર્ણાટકમાં જે પરિણામ આવ્યાં છે તેનાથી કર્ણાટક સરકારનું ભવિષ્ય નક્કી થવાનું હતું. 

તેમણે કહ્યું કે કર્ણાટક પેટાચૂંટણીના પરિણામથી ત્રણ મોટા સંદેશ મળ્યા છે. પહેલો એ કે દેશની જનતા સ્થિર અને સ્થાયી સરકાર ઈચ્છે છે. બીજો એ કે કોંગ્રેસ અને તેના સાથે જે પાછલા દરવાજે સત્તા મેળવવા માટે જનાદેશને દગો કરે છે, જનતાનું અપમાન કરે છે, જનતા ચૂપ તો રહે છે પરંતુ તક મળતા જ તેમને પાઠ ભણાવે છે અને તેમના સૂપડાં પણ સાફ કરી નાખે છે. 

ત્રીજો સંદેશ એ છે કે દેશમાં સ્થિર સરકાર અને વિકાસ માટે જનતાનો ભરોસો ફક્ત અને ફક્ત ભાજપ પર જ છે. આવા 3 મજબુત સંદેશ કર્ણાટકના મહત્વપૂર્ણ પેટાચૂંટણી પરિણામોથી નીકળ્યા છે. 

આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથીઓના ગઠબંધનથી ઝારખંડે પણ સાવધાન રહેવાની જરૂર છે. તેઓ સુધરવાના નથી. કોંગ્રેસ અને તેમના સાથી ઝારખંડમાં છળ કપટ કરવા માંગે છે. તેઓ ઝારખંડને ફરીથી અસ્થિરતા તરફ ધકેલવા માંગે છે. 

પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓથી આ વિસ્તાર પ્રાકૃતિક સંપત્તિ માટે મશહૂર છે. અહીંના પ્રાકૃતિક સાધનોએ દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ અહીંથી જે સંપત્તિ નિકળતી  હતી તેનો ઉપયોગ અહીંના વિકાસ ઉપર પણ થાય, તેની સુધ કોંગ્રેસ અને જેએમએમની સરકારે ક્યારેય લીધી નથી. 

આ VIDEO પણ જુઓ...

આ સાથે જ તેમણે કહ્યું કે ભાજપની સરકારે પહેલીવાર ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ (ડીએમએફ)ની રચના કરી. આજે ઝારખંડને તે હેઠળ લગભગ 5 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમમાંથી ભાજપની સરકાર અહી પાણીની પાઈપલાઈન બીછાવી રહી છે. શાળાઓ હોસ્પિટલ બનાવડાવી રહી છે. બીજી સુવિધાઓનું પણ નિર્માણ કરી રહી છે. 

જેએમએમ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે જેએમએમના સહયોગથી ચાલનારી સરકાર જ્યારે દિલ્હી અને ઝારખંડમાં હતી ત્યારે તેમની પ્રાથમિકતા હતી પોતાના માટે આલીશાન ઘર બનાવવા. પરંતુ તેમણે ગામડાવાળાઓને ઝૂંપડીમાં રાખ્યાં અને શહેરોમાં ઝૂંપડાઓનો વિસ્તાર કર્યો. અટલજીની સરકારે આ યોજના શરૂ કરી  હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news