શિક્ષકોના નવા નવા ફતવા આવે છે પરંતુ શિક્ષણમાં સુધારો કરતી નથી સરકાર

રાજ્યમાં ચાલતી સ્વનિર્ભર શાળાઓમાં કાર્યરત શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન પુરાવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્વનિર્ભર શાળાઓને પત્રના મારફતે સ્કૂલમાં કાર્યરત એવા તમામ શિક્ષકોની માહિતી આગામી 10 દિવસમાં મોકલી આપવા જણાવ્યું છે પરંતુ સ્વનિર્ભર સ્કુલના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન ભરવા અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

શિક્ષકોના નવા નવા ફતવા આવે છે પરંતુ શિક્ષણમાં સુધારો કરતી નથી સરકાર

અતુલ તિવારી/ અમદાવાદ : રાજ્યમાં ચાલતી સ્વનિર્ભર શાળાઓમાં કાર્યરત શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન પુરાવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્વનિર્ભર શાળાઓને પત્રના મારફતે સ્કૂલમાં કાર્યરત એવા તમામ શિક્ષકોની માહિતી આગામી 10 દિવસમાં મોકલી આપવા જણાવ્યું છે પરંતુ સ્વનિર્ભર સ્કુલના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન ભરવા અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન કરવામાં અસફળતા મળ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓની હાજરી પણ ઓનલાઈન ભરવા આદેશ કરાયો હતો. શિક્ષણ વિભાગના આ પ્રયાસોને સફળતા મળ્યા બાદ હવે બાકી રહેતા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન ભરવા માટે શિક્ષણ વિભાગ કાર્યરત બન્યું છે અને તમામ શાળાઓ પાસેથી માહિતી માંગવામાં આવી છે.

તો બીજી તરફ રાજ્યની 3500 જેટલી શાળાઓ ધરાવતું સંગઠન એટલે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની હાજરી ઓનલાઈન ભરવાના આદેશનો વિરોધ કરાઈ રહ્યો છે. મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે. સંચાલકોના પ્રશ્નોના નિરાકરણ કરવાને બદલે શિક્ષણ વિભાગ તેમનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની હાજરી પુરવાની વાત હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે રેટીના સ્કેનર અથવા થંબ ઈમ્પ્રેશન મશીન આપવામાં આવશે.

આજદિન સુધી ક્યાય આપવામાં આવ્યું નથી. શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી સ્વનિર્ભર શાળાઓમાં વિદ્યાર્થીઓ ફી પણ આપતા નથી એવામાં તે સમયે જ અમારી માગ હતી કે સ્વનિર્ભર સ્કૂલને વધારાની કામગીરી માટે ગ્રાન્ટ આપવામાં આવે પરંતુ શિક્ષણ વિભાગે અમારી આવી કોઈ માગ સ્વીકારી નથી. બસ માત્ર નવા ફતવા બહાર પાડીને મુદાઓના નિરાકરણ કરવાને બદલે ધ્યાન બીજે વારંવાર દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

હાલ તો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્વનિર્ભર શાળાઓ પાસેથી કાર્યરત શિક્ષકોની માહિતી માગવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન ભરવા માટે વિરોધની વચ્ચે પણ શિક્ષણ વિભાગ મક્કમ લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news