એક વર્ષમાં 26 લાખ રૂપિયા વધી પીએમ મોદીની સંપત્તિ, ગાંધીનગરની જમીન કરી દીધી દાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપત્તિ એક વર્ષના મુકાબલે 26.13 લાખ રૂપિયા વધી, પરંતુ તેમની પાસે કોઈ અચલ સંપત્તિ નથી, જેની કિંમત વર્ષ 31 માર્ચ, 2021ની સ્થિતિ અનુસાર 1.1 કરોડ રૂપિયા હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપત્તિ એક વર્ષમાં 26 લાખ રૂપિયા વધી છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં આ વાત સામે આવી છે. તે પ્રમાણે પ્રધાનમંત્રીની પાસે કુલ 2.23 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાંથી મોટા ભાગના પૈસા બેન્કોમાં જમા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પાસે કોઈ અચલ સંપત્તિ નથી. એવું એટલા માટે કારણ કે તેમણે ગાંધીનગરમાં પોતાના ભાગની એક જમીન દાન કરી દીધી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયની વેબસાઇટ દ્વારા આપવામાં આવેલી લેટેસ્ટ જાણકારી પ્રમાણે પીએમ મોદીનું બોન્ડ, શેર કે મ્યૂચુઅલ ફંડમાં કોઈ રોકાણ નથી, પરંતુ તેમની પાસે સોનાની ચાર વીંટી છે. જેની કિંમત 1.73 લાખ રૂપિયા છે. મોદીની ચલ સંપત્તિ એક વર્ષના મુકાબલે 26.13 લાખ રૂપિયા વધી, પરંતુ તેમની પાસે કોઈ અચલ સંપત્તિ નથી, જેની કિંમત વર્ષ 2021, 31 માર્ચની સ્થિતિ અનુસાર 1.1 કરોડ રૂપિયા હતી.
પીએમઓની વેબસાઇટ પ્રમાણે 31 માર્ચ, 2022ની સ્થિતિ અનુસાર મોદીની પાસે કુલ 2,23,82,504 સંપત્તિ છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક આવાસીય જમીન ખરીદી હતી અને તેના તે ત્રણ અન્ય લોકોની સાથે સંયુક્ત રૂપથી માલિક હતા તથા તેમાં બધાની બરાબરની ભાગીદારી હતી.
આ પણ વાંચોઃ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, આટલા ધારાસભ્યોનું છે સમર્થન
તાજા જાણકારી પ્રમાણે, 'અચલ સંપત્તિ સર્વે સંખ્યા 401/એ પર ત્રણ અન્ય લોકોની સાથે સંયુક્ત ભાગીદારી હતી અને તેમાંથી દરેકનો 25 ટકા ભાગ હતો. તેના 25 ટકા પર તેમનો માલિકી હક નથી કારણ કે તેમણે તેને દાન કરી દીધી છે.' પ્રધાનમંત્રી મોદીની પાસે 31 માર્ચ 2022ની સ્થિતિ અનુસાર કુલ રોકડ રકમ 35250 રૂપિયા છે અને પોસ્ટ ઓફિસમાં 9,05,105 રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ અને 1,89,305 રૂપિયાની જીવન વીમાની પોલિસી છે.
પ્રધાનમંત્રી મોદીના મંત્રીમંડળમાં જે અન્ય સહયોગીઓએ પોતાની સંપત્તિની જાહેરાત કરી છે, તેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સામેલ છે. તેમની પાસે 31 માર્ચ 2022ની સ્થિતિ અનુસાર 2.54 કરોડ રૂપિયાની ચલ અને 2.97 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. મોદી મંત્રીમંડળના તમામ 29 સભ્યોમાં ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિયા, આર કે સિંહ, હરદીપ સિંહ પુરી, પુરૂષોત્તમ રૂપાલા અને જી રેડ્ડીએ પોતાની અને તેમના આશ્રિતોની સંપત્તિ જાહેર કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ પાછલા નાણાકીય વર્ષની પોતાની સંપત્તિની જાહેરાત કરી છે. તેમણે જુલાઈમાં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે