‘પરીક્ષા પે ચર્ચા’: વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનો લાઇવ સંવાદ, જુઓ LIVE

પ્રધાનમંત્રી મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સાથે તાણ વગરની પરીક્ષાના સંબંધિત પાસાઓ પર ચર્ચા કરી.

‘પરીક્ષા પે ચર્ચા’: વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનો લાઇવ સંવાદ, જુઓ LIVE

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (29 જાન્યુઆરી) આ વર્ષે યોજાનારી બોર્ડની પરીક્ષાઓથી પહેલા વિદ્યાર્થીઓને તાણથી મુક્ત રહેવા માટે ટિપ્સ આપવા માટે તેમની સાથે પરીક્ષા પર ચર્ચા કરશે. આ કાર્યક્રમ સ્થળ પર હાલ પીએમ મોદી ત્યાં પહોંચી ગયા છે અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પણ સામેલ છે. પીએમ મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં આ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

અપડેટ્સ:-

- ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનું સંબોધન કર્યું
- કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનો ઉલ્લેખ કરતા શોક વ્યક્ત કર્યો હતો.
- વિદ્યાર્થીઓને કહ્યું કે ભૂલી જો કે તમે કોઇ સમારોહમાં બેઠા છે, એવું સમજો કે પરિવારના સભ્યો સાથે બેઠા છીએ.
- હું મારી જાતને થોડી ક્ષણ તમારી જેમ જીવવા માગુ છું, જે રીતે તેમે જીવો છો: PM મોદી

વિદ્યાર્થીઓના સવાલ પર પીએમ મોદીનો જવાબ
સવાલ: અમારા વાલી અને અમારા શિક્ષકનો અમારા પર વધારે આશા હોય છે - રોહીત શ્રી, કેરળ
જવાબ: દરેક પરીક્ષાનું મહત્વ હોય છે. પરંતુ આ જીવનની પરીક્ષા નથી. પરીક્ષાથી ભયભીત થવાની જરૂરીયાત નથી. માત્ર એટલું વિચારવું કે આ 10th અને 12th પરીક્ષા છે. માતા-પિતાના કહેવા પર રિએક્ટ ના કરો, ધ્યાનથી સાંભળો અને વિચાર કરો. વાલીઓને કહ્યું કે, તે માતા-પિતા નિષ્ફળ છે. જે તેમના બાાળકોને પોતાના અધુરા સપના પુરા કરવા દબાણ કરે છે. વિદ્યાર્થીઓને દબાણ મુક્ત રાખો. ઘણીવાર વાલીઓ મજબૂરીમાં દબાણ કરે છે. વિદ્યાર્થીઓને તેમના સપના પુરા કરવામાં મદદ કરો. તેમના પર તમારા સપનાનો ભાર ના મુકો. બાળકોને ઠપકો આપવાથી કોઇ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. વાલીઓની અપેક્ષા યોગ્ય છે. પરંતુ બાળકો પાસે તમારી અપક્ષાઓ પુરી કરવા દબાણ આપવું જોઇને નહીં.

સવાલ: મારો દિકરો અભ્યાસમાં સારો હતો, ઓનલાઇન ગેમના કારણે તેનું ધ્યાન ભટકી રહ્યું છે - મધુમીતા સેન ગુપ્તા, દિલ્હી
જવાબ:
પીએમ મોદીએ PUBG ગેમ્સ પર પ્રહાર કરતા કહ્યું કે, આ પબજી વાળો વિદ્યાર્થી છે. ટેકનોલોજી સમસ્યા પણ છે અને સમાધાન પણ છે. પંરતુ વિદ્યાર્થી કઇ દિશામાં જઇ રહ્યાં છે તેના પર ધ્યાન આપવું જોઇએ. વિદ્યાર્થીઓને ટેક્નોલોજી માટે પ્રોત્સાહીત કરવા જોઇએ. ટેક્નોલોજી સમસ્યાનું સમાધાન છે. બાળકોને ટેક્નોલોજીથી દુર કરવાની જરૂર નથી. પરંતુ ટેક્નોલોજી તેને રોબર્ટ બનાવી રહી છે કે માણસ બનાવી રહી છે તે જાણવાની જરૂરીયાત છે. ટેક્નોલોજી વિકાસ માટે છે.

સવાલ: અમે અમારા લક્ષ્યને નિર્ધારીત કરવા શું કરવું જોઇએ - વંશ અગ્રવાલ
જવાબ:
ગુજરાતી કહેવત જણાવી ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોઇ લક્ષ્ય બેકાર જતું નથી. પરંતુ જ્યારે લક્ષ્ય નક્કી કરીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે, મારુ લક્ષ્ય મારી પહોંચમાં છે પરંતુ મારી પકડમાં નથી. જેનાથી તમે લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ શોધશો. પીએમ મોદીએ કહ્યું કે નિરાશામાં ડૂબેલો સમાજ, પરિવાર કે વ્યક્તિ કોઇનું ભલું કરી શકતો નથી. આશા અને અપેક્ષા આગળ વધારવા માટે અનિવાર્ય છે.

કસોટી કસે છે, કોસાવા માટે નથી હોતી
પીએમ મોદીએ વાલીઓને કહ્યું કે તેમના બાળકોના મોટા થવા સુધી તેમની ગતિવિધિઓ પર નજર રાખો, તેમના મોટા થવા પર તેમની ક્ષમતાઓને જાણો. જે લોકો સફળ થાય છે, તેમના પર સમયનું દબાણ હોતું નથી. એવું એટલા માટે થાય છે કેમકે તેમને તેમના સમયની કિંમત સમજ હોય છે. પીએમ મોદીએ તે દરમિયાન કહ્યું કે, કસોટી ખરાબ નથી હોતી, અમે તેની સાથે કઇ રીતે ડીલ કરીએ છે, બધુ તેના પર નિર્ભર કરે છે. મારો સિદ્ધાત છે કે કસોટી કસે છે, કોસાવા માટે નથી હોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news