આજે પીએમ મોદી કરશે 'મન કી બાત', વર્ષનો આ છેલ્લો કાર્યક્રમ, સવારે 11 વાગે પ્રસારણ
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધશે. તેમના આ કાર્યક્રમની આ 51મી શ્રેણી હશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે આ કાર્યક્રમ એ આ વર્ષનો છેલ્લો કાર્યક્રમ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અગાઉ 25 નવેમ્બરના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતની 50મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે મન કી બાત 130 કરોડ દેશવાસીઓના મનનો અવાજ છે. ભારતનો મૂળ પ્રાણ રાજનીતિ અથવા રાજશક્તિ નથી પરંતુ ભારતનો મૂળ પ્રાણ સમાજનીતિ અને સમાજ શક્તિ છે.
તેમણે આ કાર્યક્રમમાં બંધારણના નિર્માતાઓને યાદ કર્યા હતાં. આ સાથે જ મન કી બાત કાર્યક્રમની સફળતા માટે દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 2014માં પ્રસારિત આ કાર્યક્રમની પહેલી શ્રેણીમાં વડાપ્રધાન મોદીએ નાગરિકોને કહ્યું હતું કે તેઓ ઓછામાં ઓછુ ખાદીના એક ઉત્પાદનનો પ્રયોગ કરે જેથી કરીને ગરીબ વણકરોની સહાયતા થઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે