પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે આજે કરશે બેઠક

દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 નવેમ્બરે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 10 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.
 

પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે આજે કરશે બેઠક

નવી દિલ્હીઃ દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરી વધવા લાગ્યા છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 નવેમ્બરે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સવારે 10 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે બાકી બચેલા રાજ્યોના મુખ્યમંત્રી પીએમની સાથે યોજાનારી મહત્વની બેઠકમાં સામેલ થશે. જાણકારી પ્રમાણે આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા અને વેક્સિન વિતરણની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે. 

બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી પણ થશે સામેલ
ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાથી ચિંતિત પ્રધાનમંત્રી મોદી વિભિન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે બેઠક યોજશે. મુખ્યમંત્રીઓની સાથે રાજ્યના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થશે. એટલું જ નહીં કોરોના વેક્સિન વિતરણ માટે તૈયાર થનારી યોજનાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. સૂત્રો અનુસાર તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થશે. આ પહેલા પીએમ કોરોના મુદ્દે બેઠક કરી ચુક્યા છે. 

નગરોટાઃ પાકિસ્તાનને ઉઘાડું પાડશે ભારત, દુનિયાને સત્ય જણાવશે

કેટલાક રાજ્યોમાં ફરી વધ્યા કેસ
પ્રધાનમંત્રી મોદી કોરોનાની સમીક્ષા માટે અત્યાર સુધી અનેક બેઠકો રાજ્યો સાથે કરી ચુક્યા છે. દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા છેલ્લા કેટલાક દિવસથી 50 હજારથી નીચે આવી રહ્યાં છે. તો કેટલાક રાજ્યોમાં વધ્યા છે. તો કેટલાક રાજ્યોએ રાત્રી કર્ફ્યૂ પણ લગાવ્યું છે. 

વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે લોકો
હકીકતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે લોકો કોરોના રસીની રાહ જોઈ રહ્યાંછે. તેવામાં સવાલ ઉઠે છે કે કોવિડ-19 વેક્સિન સૌથી પહેલા કોને મળશે. તેના પર નીતિ આયોગે પ્રાથમિક રણનીતિ તૈયાર કરી લીધી છે. નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે જણાવ્યું કે, 1 કરોડ હેલ્થકેયર અને ફ્રંટલાઇન વર્કર્સને શરૂઆતી તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવશે. 

ભારતમાં કોરોના વેક્સિનની વિતરણ વ્યવસ્થાના પ્રયાસ
કેન્દ્ર તરફથી સતત તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે, તેની યોગ્ય રીતે વિતરણ કરવાની વ્યવસ્થા થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સિન તૈયાર થવાની દિશામાં છે અને તેમાંથી ચાર ટ્રાયલના બીજા કે ત્રીજા તબક્કામાં છે. જ્યારે એક પ્રથમ કે બીજા તબક્કામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news