અંડરટેકરે WWE યૂનિવર્સને કહ્યુ અલવિદા, બોલ્યા- મારો સમય આવી ચુક્યો છે


ફેન્સે 'થેંક યૂ ટેકર' કહી તેને વિદાય આપી હતી. આ દરમિયાન ટેકર ખુદ ભાવુક થઈ ગયા હતા. આ સાથે તે છેલ્લીવાર WWEના ટેલીવિઝન પર Survivor Seriesમા જોવા મળ્યો.
 

અંડરટેકરે WWE યૂનિવર્સને કહ્યુ અલવિદા, બોલ્યા- મારો સમય આવી ચુક્યો છે

નવી દિલ્હીઃ રેસલિંગ લેજેન્ડ ધ અંડરટેકરે WWE યૂનિવર્સને અલવિદા કરી દીધું છે. અંડરટેકરે સર્વાઇવર સિરીઝ (Survivor Series) દરમિયાન વિદાય લીધી છે. 

રવિવારે 55 વર્ષના અંડરટેકરે પોતાના કેરેક્ટરને અનુરૂપ હાવભાવ અને કોસ્ટ્યૂમની સાથે છેલ્લીવાર રિંગમાં પગ મુક્યો હતો. 

એનાઉન્સરે રિંગમાં આવીને અંડરટેકરના ફેરવેલની જાહેરાત કરી હતી. ત્યારબાદ અંડરટેકરે રિંગમાં શાનદાર એન્ટ્રી કરી હતી. પોતાના કરિયર વિશે વાત કરી હતી. સાથે તેમણે જણાવ્યું કે, તેનો સમય આવી ચુક્યો છે. 

ફેન્સે 'થેંક યૂ ટેકર' કહી તેને વિદાય આપી હતી. આ દરમિયાન ટેકર ખુદ ભાવુક થઈ ગયા હતા. આ સાથે તે છેલ્લીવાર WWEના ટેલીવિઝન પર Survivor Seriesમા જોવા મળ્યો.

— The New Era (@ConnectWWE) November 23, 2020

તે રિંગમાં ધ અંડરટેકર નામથી જાણીતા રહ્યા. તેમનું સાચુ નામ માર્ક વિલિયમ કાલાવે છે. તેમનો જન્મ 24 માર્ચ 1965ના હ્યૂસ્ટનમાં થયો હતો. તેમણે 22 નવેમ્બર 1990ના સર્વાઈવર સિરીઝથી ડબ્લ્યૂડબ્લ્યૂઈ પર્દાપણ કર્યુ હતું.

INDvsAUS:  ઓસ્ટ્રેલિયામાં વનડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન છે રોહિત શર્મા  

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અંડરટેકરે કહ્યુ હતુ કે પોતાના કરિયર પર ગર્વ છે. 20 વર્ષના લાંબા કરિયરમાં ઘણી મોટી સિદ્ધિ હાસિલ કરી છે. હવે દરેક પ્રશંસકને તેની ખોટ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news