કોરોના સમીક્ષા બેઠકમાં બોલ્યા પીએમ મોદી, વેક્સિન આવવા સુધી દો ગજ કી દૂરી અને માસ્ક જરૂરી


પીએમ મોદીએ આગળ કહ્યુ કે, દેશના બધા ખુણા અને ત્યાંની પરિસ્થિતિઓને જોતા વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ ભારત આવીને કહ્યુ કે, લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એડમિન્સ્ટ્રેશનમાં દરેક પગલાને કડક લાગૂ કરવા જોઈએ.
 

કોરોના સમીક્ષા બેઠકમાં બોલ્યા પીએમ મોદી, વેક્સિન આવવા સુધી દો ગજ કી દૂરી અને માસ્ક જરૂરી

નવી દિલ્હીઃ કોરોના વેક્સિન અને રસી વિતરણ ક્યા પ્રકારે થવું જોઈએ આ બધા મામલા વિશે જાણકારી લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેઠક યોજી હતી. પીએમ મોદીએ બેઠકમાં કોરોનાથી બચાવની તૈયારીઓ અને રસીના વિતરણ સંબંધી વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પીએમે તે પણ કહ્યું કે, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી દો ગજ કી દૂરી અને માસ્ક જરૂરી છે. 

પીએમ નરેન્દ્ર મોદી સાથે આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, સભ્ય (સ્વાસ્થ્ય) નીતી આયોગ અને ભારત સરકારના અન્ય વિભાગના અધિકારી સામેલ હતા. પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે, વૈશ્વિક સમુદાયની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ પાડોસમાં આપણા પ્રયાસોને સીમિત ન કરવા જોઈએ. પીએમે કહ્યું કે, વેક્સિન વિતરણ સિસ્ટમ માટે રસી, દવાઓ  અને આઈટી પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે દુનિયા સુધી પહોંચવું જોઈએ. 

— ANI (@ANI) October 17, 2020

પીએમ મોદીએ આગળ કહ્યુ કે, દેશના બધા ખુણા અને ત્યાંની પરિસ્થિતિઓને જોતા વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ ભારત આવીને કહ્યુ કે, લોજિસ્ટિક્સ, ડિલિવરી અને એડમિન્સ્ટ્રેશનમાં દરેક પગલાને કડક લાગૂ કરવા જોઈએ.

— ANI (@ANI) October 17, 2020

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 લાખને પાર પહોંચી ગઈ છે, તો સંક્રમણથી મુક્ત થનારા લોકોની સંખ્યા 65 લાખથી વધી ગઈ છે. આ પ્રકારે સંક્રમણથી સ્વસ્થ થવાનો દર 87.78 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે આઠ વાગે જારી કરેલા ડેટા અનુસાર, કોવિડ-19ના 62212 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ વધીને  74,32,680 થઈ ગયા છે. તો સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1,12,998 થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news