PM મોદીએ જન્મજયંતિ પર અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ, ક્રિસમસની આપી શુભેચ્છા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશના લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી છે. સાથે અન્ય ટ્વીટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ જીને યાદ કરી તેમને નમન કર્યા છે. 

PM મોદીએ જન્મજયંતિ પર અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ, ક્રિસમસની આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત કદ્દાવર નેતા અટલ બિહારી વાજયેપીને જન્મજયંતિ પર તેમને યાદ કર્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યુ, 'આદરણીય અટલ જીને તેમની જયંતિ પર કોટિ-કોટિ નમન.' આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી અને પંડિત મદન મોહન માલવીયને તેમની જયંતિ પર નમન કર્યા છે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ- આદરણીય અટલ જીને તેમની જયંતિ પર કોટિ-કોટિ નમન. અમે રાષ્ટ્ર માટે તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. તેમની વિકાસની પહેલે લાખો ભારતીયોને સકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા. 

Remembering Atal Ji on his Jayanti. We are inspired by his rich service to the nation. He devoted his life towards making India strong and developed.

His development initiatives positively impacted millions of Indians.

— Narendra Modi (@narendramodi) December 25, 2021

તો પંડિત મદન મોહન માલવીયને યાદ કરતા પીએમ મોદીએ કહ્યુ, 'મહાન સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ અને સમાજ સુધારક મહામના પંડિત મદન મોહન માલવીય જીને તેમની જયંતિ પર કોટિ-કોટિ નમન.'

— Narendra Modi (@narendramodi) December 25, 2021

પ્રધાનમંત્રી મોદીએ આજે દેશના લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ- તમામ લોકોને ક્રિસમસની શુભેચ્છા! આપણે યીશુ મસીહના જીવન અને મહાન શિક્ષાઓને યાદ કરીએ છીએ, જેમણે સેવા, દયા અને નમ્રતા પર સૌથી વધુ ભાર આપ્યો. બધા સ્વસ્થ તથા સમૃદ્ધ રહે. ચારે તરફ સદ્ભાવ હોય. 

— Narendra Modi (@narendramodi) December 25, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news