પત્નીએ પતિને જ મૂર્ખ બનાવ્યો, 90 દિવસ પ્રેમીને ઘરમાં રાખ્યો અને મનાવતી રહી રંગરેલિયા

લગ્નેત્તર સંબંધોનો રાફડો ફાટ્યો છે. પાર્ટનર સાથે દગાબાજીના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં અમદાવાદનો એક કિસ્સો તમારા રુંવાડા ઉભા કરી દે તેવો છે. પતિને તેની પત્નીના બીજા સાથેના પ્રેમ પ્રકરણની જાણ લગ્નના 14 વર્ષ બાદ થઈ હતી. એટલુ જ નહિ, પત્નીનો પ્રેમી 90 દિવસ સુધી ઘરમાં રહ્યો તો ય પતિ આ વાતથી અજાણ રહ્યો હતો. ત્યારે આડા સંબંધોનો આ કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં પહોંચ્યો છે. 
પત્નીએ પતિને જ મૂર્ખ બનાવ્યો, 90 દિવસ પ્રેમીને ઘરમાં રાખ્યો અને મનાવતી રહી રંગરેલિયા

ઝી મીડિયા/બ્યૂરો :લગ્નેત્તર સંબંધોનો રાફડો ફાટ્યો છે. પાર્ટનર સાથે દગાબાજીના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં અમદાવાદનો એક કિસ્સો તમારા રુંવાડા ઉભા કરી દે તેવો છે. પતિને તેની પત્નીના બીજા સાથેના પ્રેમ પ્રકરણની જાણ લગ્નના 14 વર્ષ બાદ થઈ હતી. એટલુ જ નહિ, પત્નીનો પ્રેમી 90 દિવસ સુધી ઘરમાં રહ્યો તો ય પતિ આ વાતથી અજાણ રહ્યો હતો. ત્યારે આડા સંબંધોનો આ કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં પહોંચ્યો છે. 

અમદાવાદમાં 1993 ના વર્ષે એક યુવક અને યુવતીના લગ્ન થયા હતા. તેમના લગ્નને વર્ષો વીતી ગયા. દંપતીને હાલ 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે. પરંતુ વર્ષ 2007 ની આસપાસ એક યુવક પત્નીના સંપર્કમાં આવ્યો હતો. જેની ઓળખાણ પત્નીએ તેની બહેનપણીના પતિ તરીકેની આપી હતી. આ યુવકની દંપતીની ઘરમાં અવરજવર વધી ગઈ હતી. યુવકે ઘરના પ્રસંગોમાં પણ હાજરી આપતો થઈ ગયો હતો. પતિ જ્યારે પણ પત્નીને આ યુવક સાથે સંબંધો વિશે વાત કરતો તો તે કંઈ પણ કહેવાનુ ટાળી દેતી હતી. તેમજ પતિ સાથે આ યુવક મામલે ઝઘડો પણ કરતી હતી. આખરે પતિને શંકા જતા તેણે મહિલાને છૂટાછેટા આપ્યા હતા.

આમ, એક અજાણ્યા યુવકને કારણે પતિ-પત્નીનુ સુખી લગ્નજીવન ભાંગી પડ્યુ હતું. ખાસ તો વાત એ છે કે, મહિલાએ પોતાના પ્રેમીની તાંત્રિક તરીકે પણ પતિને ઓળખ આપી હતી. પ્રેમી આ તકનો લાભ લઈ દંપતીના ઘરમાં 90 દિવસ સુધી રોકાયો હતો. છતા પત્નીએ પોતાના સંબંધો વિશે મગનું નામ મરી પાડ્યુ ન હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news