આજે પીએમ નરેન્દ્ર મોદી 63મી વાર કરશે મન કી બાત, કોવિડ-19 પર રહેશે ફોકસ


પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે દેશવાસિઓ સાથે મન કી બાત કરશે. વડાપ્રધાનનો આ વર્ષનો ત્રીજો અને કુલ 63મો કાર્યક્રમ હશે. આ વખતે સંબોધનમાં પીએમનું ધ્યાન કોરોના વાયરસ પર હશે. 

આજે પીએમ નરેન્દ્ર મોદી 63મી વાર કરશે મન કી બાત, કોવિડ-19 પર રહેશે ફોકસ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 63મી વખત મન કી બાત કરશે. આ વખતે પીએમનું આ વર્ષનું ત્રીજી સંબોધન હશે, જે વિશ્વ ભરમાં ફેલાયેલી મહામારી કોવિડ-19 પર કેન્દ્રીત હશે. દર વખતની જેમ આ વખતે પણ કાર્યક્રમ સવારે 11 કલાકે આકાશવાણી, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પર પ્રસારિત થશે. 

આ વખતે વડાપ્રધાન મોદી પોતાના આ સંબોધનના માધ્યમથી દેશ અને વિશ્વ પર આવેલા કોરોના વાયરસના સંકટ પર લોકોને એકવાર ફરી પ્રેરિત કરવાનું કામ કરશે. આ પહેલા પણ ગંભીર મહામારી પર પીએમ આ કાર્યક્રમથી અલગ રાષ્ટ્રને બે વખત સંબોધિત કરી ચુક્યા ચે. પીએમ મોદીના હિન્દી સંબોધન બાદ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. 

Tomorrow’s episode will be focused on the situation prevailing due to COVID-19. #MannKiBaat pic.twitter.com/wWybvdLW8k

— Narendra Modi (@narendramodi) March 28, 2020

વડાપ્રધાન આ સંબોધનના માધ્યમથી તે મુદ્દા અને પડકારો પર વાત કરશે, જે દેશમાં શરૂ થયેલા 21 દિવસના લૉકડાઉનને કારણે ઉદ્દભવી છે. દેશ ભરમાં લોકો લોકોની સામે સામાજીક અંતરને કારણે પોતાનું જીવન ચલાવવાનું પણ સંકટ ઊભુ થયું છે. 

મહત્વનું છે કે કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે-સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં કુલ 918 મામલા સામે આવી ચુક્યા છે, જેમાં 47 વિદેશી નાગરિક છે. અત્યાર સુધી આ મહામારીને કારણે 19 લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news