કોરોના વાયરસઃ ભારતને 2.9 મિલિયન ડોલરની આર્થિક મદદ કરશે અમેરિકા


કોરોના મહામારી વિરુદ્ધ લડવા માટે અમેરિકાએ ભારતને આશરે 22 કરોડ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી ચે. અમેરિકાએ વિશ્વના 64 દેશોને આ મદદ કરી છે, જેના કારણે તે કોવિડ-19ના હાઈ રિસ્ક પર રહેલા આ દેશોને કુલ 274 મિલિયન અમેરિકી ડોલરની મદદ કરશે. 

કોરોના વાયરસઃ ભારતને 2.9 મિલિયન ડોલરની આર્થિક મદદ કરશે અમેરિકા

વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારત સહિત કોરોના વાયરસ સામે લડી રહેલા 64 દેશોને 274 મિલિયન અમેરિકી ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ આર્થિક મદદમાં અમેરિકા ભારતને 29 લાખ (આશરે 22 કરોડ રૂપિયા) અમેરિકી ડોલરની મદદ કરશે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસથી આ સમયે અમેરિકા સહિત 64 દેશો એવા છે, જે હાઈ રિસ્ક પર છે. 

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતને 2.9 મિલિયન યૂએસ ડોલરની મદદની જાહેરાત કરતા જણાવ્યું કે, આ પૈસાથી ભારત સરકાર લેબોરેટરી સિસ્ટમ, એક્ટિવેટ કેસને શોધવા, દેખરેખ અને ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ સંબંધી તૈયારીઓ વગેરેને પહોંચી વળવાના કામમાં ઉપયોગ કરશે. 

— ANI (@ANI) March 28, 2020

ભારતના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 900થી વધુ કેસ સામે આવી ચુક્યા છે અને 19 લોકોના મોત થયા છે. વિશ્વભરમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યાં છે. વૈશ્વિક રૂપથી આશરે 6 લાખ કરતા વધુ લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે, તો મૃત્યુ પામનારનો આંકડો 30 હજારને પાર પહોંચી ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news