PM મોદીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ, 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા 18 હજાર કરોડ રૂપિયા
ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો.
Trending Photos
નવી દિલ્હી: ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. મધ્ય પ્રદેશના 78 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો. પીએમ મોદીનું આ સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી થયું. મધ્ય પ્રદેશ ઉપરાંત અન્ય 5 રાજ્યોના ખેડૂતો પણ તેમા સામેલ થયા.
I urge you to tell farmers about the Kisan Credit Card and its various benefits which include the availability of loans at low-interest rates: PM Modi to a farmer from Odisha https://t.co/NtFIVw70OK
— ANI (@ANI) December 25, 2020
PM મોદીનો ખેડૂતો સાથે સંવાદ
પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશના ખેડૂત ગેગન પેરિંગ સાથે સંવાદ કર્યો. ગગને પીએમ મોદીને જણાવ્યું કે તેણે પોતાના પૈસાનો ઉપયોગ ઓર્ગેનિક ફાર્મિંગમાં કર્યો અને મજૂરોને પૈસા આપ્યા. પીએમ મોદીએ ગગનને પૂછ્યું કે શું કંપની ફક્ત તમારું આદું જ લે છે કે પછી જમીન લઈ જાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ ઓડિશાના એક ખેડૂત સાથે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે પણ વાત કરી અને તેના ફાયદા પૂછ્યા. તેમણે કહ્યું કે અટલજીની સરકારે ખેડૂતોને સસ્તામાં કરજ આપવાની શરૂઆત કરી હતી, અમે તેને આગળ વધારી રહ્યા છીએ.
PM Narendra Modi releases Rs 18,000 crore as the next instalment under the Pradhan Mantri Kisan Samman Nidhi scheme to over 9 crore farmers pic.twitter.com/3vxIAvgwF3
— ANI (@ANI) December 25, 2020
9 કરોડ ખેડૂતોના ખાતમાં ટ્રાન્સફર થયા 18,000 કરોડ રૂપિયા
દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરાયા. ભારતીય જનતા પાર્ટી (BJP) અટલ બિહારી વાજપેયીની જયંતીને સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે.
કૃષિમંત્રીએ બંગાળ સરકાર પર સાધ્યું નિશાન
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે ફક્ત બે કલાકમાં જ નવ કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવશે. જે સીધા તેમના બેન્ક ખાતામાં જશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે બંગાળ સિવાય તમામ ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે બંગાળમાં લગભગ 70 લાખ ખેડૂતો છે. જેમને 4200 કરોડ રૂપિયા ટ્રાન્સફર થવાના છે. પરંતુ બંગાળ સરકારે કોઈ નિર્ણય લીધો નથી. બંગાળ સરકારે તેના પર નિર્ણય લેવો જોઈએ.
અમિત શાહે કર્યું સંબોધન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના સંબોધન પહેલા સંબોધન કર્યું. તેમણે કહ્યું કે દશ માટે આજે મહત્વનો દિવસ છે. આજે અટલ બિહારી વાજપેયી, મદન મોહન માલવીયાની જયંતી છે. જેમણે દેશના નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું. અમિત શાહે કહ્યું કે દસ વર્ષ સુધી યુપીએની સરકારે ફક્ત 60 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું ઋણ માફ કર્યું. પરંતુ મોદી સરકારે ફક્ત અઢી વર્ષમાં દસ કરોડ ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયા નાખ્યા.
The Opposition is misleading farmers regarding MSP. I want to make it clear that the MSP system will remain: Union Home Minister Amit Shah https://t.co/3IYFfd42GE pic.twitter.com/TiDvEXroea
— ANI (@ANI) December 25, 2020
અમિત શાહે કહ્યું કે ખેડૂતોના હિતમાં વાત કરનારા રાહુલ ગાંધી, શરદ પવારની સરકાર 2013-2014માં ખેડૂતો માટે ફક્ત 21900 કરોડ રૂપિયાનું બજેટ હતું. પરંતુ મોદી સરકારે તેને 1.34 લાખ કરોડનું બજેટ કર્યું. આ અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. ઉલ્ટા ચોર કોટવાલને ડાંટે વાળો હિસાબ થઈ રહ્યો છે. અમિત શાહે કહ્યું કે MSP બંધ નહીં થાય. વિપક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે