PM મોદીના સંબોધનમાં આવ્યો અમદાવાદ અને સાડીનો ઉલ્લેખ, ગર્વ લેવા જેવી છે વાત

PM મોદીના સંબોધનમાં આવ્યો અમદાવાદ અને સાડીનો ઉલ્લેખ, ગર્વ લેવા જેવી છે વાત
  • પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મહિલાઓના ઉલટા પાલવની સાડી પહેરવાની શરૂઆતને લઈને રોમાંચક માહિતી આપી હતી
  • પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર અને ગુજરાતના સંબંધો વિશે ઉલ્લેખ કર્યો

ઝી મીડિયા/બ્યૂરો :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરુવારે વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય શતાબ્દી કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યું અને કહ્યું કે, વિશ્વભારતી, મા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મહિલાઓના ઉલટા પાલવની સાડી પહેરવાની શરૂઆતને લઈને રોમાંચક માહિતી આપી હતી. 

કેવી રીતે શરૂ થઈ હતી ડાબી બાજુ પાલવ રાખવાનું ચલણ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) ના મોટાભાઈ અને દેશના પહેલા આઈસીએસ ઓફિસર સત્યેન્દ્ર ટાગોરના પત્ની જ્ઞાનનંદિનીએ ડાબા ખભા પર મહિલાઓને સાડીનો પલ્લુ બાંધવાનું શીખવાડ્યું હતું. 

આ પણ વાંચો : 30 હજાર સ્વંયસેવકો પર ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ કરાશે 

જમણી બાજુ પલ્લુ રાખવાથી થતી હતી તકલીફ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથની આઈએએસના રૂપે અમદાવાદમાં નિયુક્તિ થઈ હતી. સત્યેન્દ્રનાથના પત્ની જ્ઞાનનંદિની પણ તેમની સાથે અમદાવાદ રહેતા હતા. ત્યારે અહીની સ્થાનિક મહિલાઓ જમણા ખભે પાલવ રાખતી હતી. જેનાથી મહિલાઓને કામ કરવામાં તકલીફ થતી હતી. જ્ઞાનનંદિનીએ આઈડિયા બનાવ્યો કે, કેમ ડાબા ખભે પાલવ ન બાંધી શકાય. પીએમએ વધુમાં કહ્યું હતું કે, હવે મને બરાબર તો નથી ખબર, પરંતુ ડાબા ખભા પર સાડીનો પાલવ જ્ઞાનનંદિની જ દેણ છે. વિમેન એમ્પાવરમેન્ટ સાથે જોડાયેલ સંગઠનોએ આ બાબતે રિસર્ચ કરવું જોઈએ.   

પીએમએ રવિન્દ્રનાથ ટાગોરના ગુજરાત સંબંધનો ઉલ્લેખ કર્યો હતો
પ્રધાનમંત્રી મોદીએ આ સંબોધનમાં ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર અને ગુજરાતના સંબંધો વિશે ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, ગુરુદેવ વિશે હું વાત કરું છું તો ગુરુદેવ અને ગુજરાતની આધ્યાત્મિકાનું સ્મરણ કરવાના મોહથી ખુદને રોકી શક્તો નથી. તે વારંવાર યાદ કરવું એટલે જરૂરી છે કે, તે આપણને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાથી ભરે છે. અલગ અલગ બોલીઓ, ખાણીપીણીવાળો આપણો દેશ એકબીજા સાથે કેટલો જોડાયેલો છે. વિવિધતાઓથી ભરાયેલો આપણો દેશ એક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news