નેતાજીની કહાનીને પ્રદર્શિત કરશે બોઝ સંગ્રહાલય, પીએમ મોદીએ કર્યું ઉદ્ધાટન
ગણતંત્ર દિવસના સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની અંદર ભારતીય સ્વતંત્ર સંઘર્ષની ગાથાને વર્ણવનારા ત્રણ નવા સંગ્રહાલયોનું ઉદ્ધાટન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: ગણતંત્ર દિવસના સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની અંદર ભારતીય સ્વતંત્ર સંઘર્ષની ગાથાને વર્ણવનારા ત્રણ નવા સંગ્રહાલયોનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની અંદર બનાવવામાં આવેલા 3 સંગ્રહાલયોનું એક સાથે ઉદ્ધાટન કર્યું. અત્રે જણાવવાનું કે પહેલું સંગ્રહાલય નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઈન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ) પર આધારિત છે. જેમાં બોસ અને આઈએનએ સંબંધિત શિલ્પકૃતિઓને દર્શાવવામાં આવી છે. જેમાં નેતાજી દ્વારા ઉપયોગમાં લેવાયેલી એક લાકડાની ખુરશી, તલવાર, પદક, યુનિફોર્મ અને અન્ય સામાન રાખવામાં આવ્યો છે.
યાદ એ જલિયા સંગ્રહાલયનું પણ ઉદ્ધાટન
ઉલ્લેખનીય છે કે આઈએનએ વિરુદ્ધ કેસની સુનાવણી લાલ કિલ્લામાં થઈ હતી. પીએમ મોદીએ આ ઉપરાંત યાદ એ જલિયા સંગ્રહાલયનું પણ ઉદ્ધાટન કર્યું. જે આવનારા લોકોને 1919ના જલિયાવાલા નરસંહારનો ઈતિહાસ દર્શાવશે. આ સાથે જ તે વિશ્વ યુદ્ધ 1માં ભારતીય સૈનિકોની વીરતાનું પણ પ્રદર્શન કરશે.
ત્રીજુ સંગ્રહાલય છે ખુબ ખાસ
ત્રીજુ સંગ્રહાલય 1857ના સ્વતંત્રતા સંઘર્ષની ઐતિહાસિક ગાથાને ચિત્રિત કરશે. જેમાં આ દરમિયાન ભારતીયો દ્વારા અપાયેલા બલિદાનને દર્શાવવામાં આવશે. સંગ્રહાલયને પ્રવાસીઓને સારો અનુભવ મળે તે હેતુથી ડિઝાઈન કરાયું છે. જેમાં ફોટો, પેન્ટિંગ, અખબારની ક્લિપિંગ, પ્રાચીન રેકોર્ડ, ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ, એનિમેશન અને મલ્ટીમિડિયાની સુવિધા હશે.
સંગ્રહાલયમાં બોઝની યાદોનું સંકલન
ત્રણેય સંગ્રહાલયોના ઉદ્ધાટન પર પીએમઓનું કહેવું છે કે પીએમ મોદી તે જગ્યા પર યાદ એ જલિયા સંગ્રહાલય (જલિયાવાલા બાગ અને પ્રથમ વિશ્વયુદ્ધ પર સંગ્રહાલય) તથા 1857 (પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ) પર સંગ્રહાલય અને ભારતીય કળા પર દ્રશ્યકળા સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. બોઝ અને આઝાદ હિન્દ ફૌજ પર સંગ્રહાલયમાં સુભાષચંદ્ર બોઝ અને આઈએનએ સંબંધિત વિભિન્ન વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં નેતાજી દ્વારા ઉપયોગમાં લેવાયેલી લાકડાની ખુરશી અને તલવાર ઉપરાંત આઈએનએ સંબંધિત પદક, બૈઝ, યુનિફોર્મ અને અન્ય વસ્તુઓ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે