નવા જમાનાની જંગ માટે ભારતીય સેના તૈયાર થઈ રહી છે, 2020 સુધી આવશે ધરખમ ચેન્જિસ

ભારતીય સેના હવે નવી રણનીતિ અંતર્ગત મોટી ઈન્ફોમેશનને બદલે નાની ફોર્મેશન બનાવવા પર વધુ જોર આપશે. 2020ના અંત સુધી ભારતીય સેનાની 13 આઈબીજી એટલે કે, ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ (Integrated Battle Groups) તૈયાર થઈ જશે. તેમાંથી 4ને પાકિસ્તાનની સીમા પર અને બાકીના 9ને ચીનની સીમા પર લગાવવામાં આવશે. આઈબીજી સેનાની કોઈ ડિવીઝનથી નાની પરંતુ એક બ્રિગેડથી મોટી હશે. ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ સેનાપ્રમુખ જનરલ બિપીન રાવતની એ યોજનાનો ભાગ છે, જેમાં સેનાનું પુર્નગઠન કરવામાં આવી રહ્યું છે. 
નવા જમાનાની જંગ માટે ભારતીય સેના તૈયાર થઈ રહી છે, 2020 સુધી આવશે ધરખમ ચેન્જિસ

અમદાવાદ :ભારતીય સેના હવે નવી રણનીતિ અંતર્ગત મોટી ઈન્ફોમેશનને બદલે નાની ફોર્મેશન બનાવવા પર વધુ જોર આપશે. 2020ના અંત સુધી ભારતીય સેનાની 13 આઈબીજી એટલે કે, ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ (Integrated Battle Groups) તૈયાર થઈ જશે. તેમાંથી 4ને પાકિસ્તાનની સીમા પર અને બાકીના 9ને ચીનની સીમા પર લગાવવામાં આવશે. આઈબીજી સેનાની કોઈ ડિવીઝનથી નાની પરંતુ એક બ્રિગેડથી મોટી હશે. ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ સેનાપ્રમુખ જનરલ બિપીન રાવતની એ યોજનાનો ભાગ છે, જેમાં સેનાનું પુર્નગઠન કરવામાં આવી રહ્યું છે. 

એમ માનવામાં આવે છે કે, હવે યુદ્ધ બહુ તેજ રફ્તારથી નક્કી લક્ષ્ય મેળવવા માટે લડવામાં આવશે. આ યુદ્ધોનો સમયગાળઓ પણ બહુ જ ઓછો હશે. કેમ કે, આંતરરાષ્ટ્રીય દબાણ વધુ સમય સુધી યુદ્ધ ચાલવા નથી દેતું. હાલ ભારતીય સેના કોર, ડિવીઝન અને બ્રિગેડમાં વહેંચાઈ જાય છે. 

બ્રિગેડમાં ત્રણ બટાલિયન, ડિવીઝનમાં ત્રણ બ્રિગેડ અને કોરમાં સામાન્ય રીતે ત્રણ ડિવીઝન હોય છે. સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ‘દુશ્મનના વિસ્તામરાં વધુ અંદર સુધી જવા માટે કોરની જરૂર પડે છે. પરંતુ વધુ અંદર જવા કરતા ઓછું અંદર મોટો વિસ્તાર કબજો કરવાનું વધુ યોગ્ય છે. તેના માટે ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સ જેવી ફોર્મેશન વધુ કારગત છે.

એક ઈન્ટીગ્રેટેડ બેટલ ગ્રૂપ્સમાં ચારમાંથી છ ઈન્ફ્રેટ્રી બટાલિયન હશે અને જરૂર મુજબ, એન્જિનિયર્સ, આર્ટિલરી અને સિગ્નલના ગ્રૂપ હશે. પશ્ચિમી સીમા પર હજી જમ્મુમાં બે આઈબીજી તૈયાર થઈ ચૂક્યાં છે. તેના બાદ બનાનારા આઈબીજી પંજાબમાં તૈનાત કરવામા આવશે. 5 આઈબીજી ચીનની સાથે લાગતી સિક્કીમની સીમા પર તૈનાત કરવામાં આવશે અને 4ને ઉત્તર-પૂર્વમાં ચીનથી લાગનારી બીજી સીમા પર લગાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news