ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
વડાપ્રધાન મોદી ઇંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રાજનેતા બનીને વધારે એક રેકોર્ડ કબ્જે કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ ક્રમમાં વડાપ્રધાને વધારે એક રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ઇંસ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 3 કરોડને પાર થઇ ચુકી છે. તે વિશ્વમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા લીડર્સમાં ટોપ પર પહોંચી ચુક્યા છે. ઇંસ્ટાગ્રામ પર હવે વડાપ્રધાન મોદીએ ગત્ત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો છે જેનાં 25.6 મિલિયન ફોલોઅર્સ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના 24.8 મિલિયન ફોલોઅર્સ છે.
વાહ સરકાર હોય તો આવી! શહેરમાં પાણી ભરાવા મુદ્દે 22 કર્મચારીઓ પર કાર્યવાહી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખાસા એક્ટિવ રહે છે અને કરોડો ફોલોઅર્સ પણ ધરાવતા હતા. ઇંસ્ટાગ્રામ ઉપરાંત ટ્વીટર પર મોદીનાં 50 મિલિયનથી વધારે ફોલોઅર્સ થઇ ચુક્યા છે, જ્યારે ફેસબુક પર આ સંખ્યા વધીને 44 મિલિયન સુધી પહોંચી ગઇ છે. ફોલોઅર્સની આ રેકોર્ડ સંખ્યા સાથે વડાપ્રધાન મોદીએ વધારે એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે PM મોદીએ ઉખાડી ફેંકી: શાહ
ટ્વીટર પર અમેરિકાનાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાં 65.7 મિલિયન ફોલોઅર્સ સાથે નરેન્દ્ર મોદીની આગળ છે. બીજી તરફ ઇંસ્ટાગ્રામ પર ટ્રમ્પનાં 14.9 મિલિયન ફોલોઅર્સ છે, જે વડાપ્રધાન મોદી કરતા અડધા જ છે. આ રીતે ઇંસ્ટાગ્રામ પર વડાપ્રધાન મોદી વિશ્વનાં સૌથી વધારે ફોલો થતા નેતા બની ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે