PM મોદીના કાફલાની ગાડીમાં હોય છે આ એક ખાસમખાસ ઈન્સ્ટ્રુમેન્ટ, સુરક્ષામાં તેની ખુબ મહત્વની ભૂમિકા!

પીએમ નરેન્દ્ર મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી સુરક્ષા ચૂક મામલો રાજકીય રીતે ખુબ ગરમાયો છે. પીએમ મોદીની સુરક્ષા કરવા માટે પળેપળ તેમની સાથે એનએસજી કમાન્ડોઝની આખી ફૌજ તૈયાર રહે છે.

PM મોદીના કાફલાની ગાડીમાં હોય છે આ એક ખાસમખાસ ઈન્સ્ટ્રુમેન્ટ, સુરક્ષામાં તેની ખુબ મહત્વની ભૂમિકા!

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી સુરક્ષા ચૂક મામલો રાજકીય રીતે ખુબ ગરમાયો છે. પીએમ મોદીની સુરક્ષા કરવા માટે પળેપળ તેમની સાથે એનએસજી કમાન્ડોઝની આખી ફૌજ તૈયાર રહે છે. આ ફૌજ તેમની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખે છે. આ સાથે જ ચપ્પા ચપ્પા પર નજર રાખે છે કે જેથી કરીને તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય. જો કે આ સિવાય પીએમ મોદીની સુરક્ષામાં અનેક પ્રકારની ટેક્નોલોજીનો પણ ઉપયોગ થાય છે. અહીં અમે તમને પીએમ મોદીની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતી એવી જ એક ખાસ ટેકનિક વિશે જણાવીશું. 

સ્માર્ટફોન જામર
અનેકવાર લોકો પીએમ મોદીના કાફલાની ખુબ નજીક આવી જાય છે આવામાં તેમના સ્માર્ટફોન પણ એક્ટિવ રહે છે. આ સાથે જ અન્ય ડિવાઈસ પણ એક્ટિવ રહે છે. આ ડિવાઈસથી થનારા કોઈ પણ પ્રકારના નુકસાનને રોકવા માટે સ્માર્ટફોન જામર જેવી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. તે આ ડિવાઈસને નિષ્ક્રિય બનાવી દે છે અને તેમા સિગ્નલ આવવા દેતું નથી. 

Three-member panel formed to probe security lapses during PM Modi's Punjab  visit | India News | Zee News

તમે કદાચ જોયું હશે કે જો તમે આ પ્રકારના કાફલાની બાજુમાંથી પસાર થાઓ તો થોડા સમય માટે તમારા સ્માર્ટફોનનું નેટવર્ક ગાયબ થઈ જાય છે અને તે જ્યાં સુધી થોડો દૂર ન જાય ત્યાં સુધી તે નેટવર્ક પાછું આવતું નથી. પીએમના કાફલા સાથે રહેલા એક વાહનમાં સ્માર્ટફોન જામર લગાવવામાં આવે છે જે સિગ્નલને સંપૂર્ણ રીતે જામ કરી દે છે અને પછી સ્માર્ટફોનનો ઉપયોગ થઈ શકતો નથી. આ ટેક્નિક રાજનેતાઓના કાફલામાં મોટેભાગે જોવા મળતી હોય છે પરંતુ મોટાભાગના લોકોને તે અંગે જાણ હોતી નથી. આ જામર આકારમાં ઘણા મોટા હોય છે, આવામાં તે એક વાહનની અંદર લગાવવામાં આવે છે અને તે પીએમના કાફલાની સાથે સાથે જ ચાલે છે. 

PM Narendra Modi's security lapse: BJP slams Punjab govt, MHA seeks report  | India News | Zee News

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news