પઠાણનો પુત્ર અને સાચો હોય તો સાબિત કરે ઇમરાન PM મોદીની ચેલેન્જ

પુલવામા હુમલા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાકિસ્તાન પર હુમલો ચાલુ છે. ટોંકમાં ચૂંટણી રેલી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાને વડાપ્રધાન ઇમરાન ખાન મુદ્દે એક મોટુ નિવેદન આપ્યું

પઠાણનો પુત્ર અને સાચો હોય તો સાબિત કરે ઇમરાન PM મોદીની ચેલેન્જ

નવી દિલ્હી : પુલવામા હુમલા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાકિસ્તાન પર હુમલો ચાલુ છે. ટોંકમાં ચૂંટણી રેલી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાને વડાપ્રધાન ઇમરાન ખાન મુદ્દે એક મોટુ નિવેદન આપ્યું. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન પર સીધો જ હુમલો કરતા કહ્યું કે, જો પઠાણનું બાળક હોય અને વાતનો પાક્કો હોય તો સાબિત કરો. તેમણે કહ્યું કે, આતંકવાદ સામે મુકાબલો કરવાનું હોય તો કોઇ પણ ભુલ ન કરો. કાશ્મીરી પમ આતંકવાદ સામે લડી રહ્યા છે. 

પાકિસ્તાનમાં નવી સરકાર બની તો મે નવા વડાપ્રધાનને શુભકામના આપી, મે તેમને કહ્યું હતું કે, તમે રાજનીતિમાં આવ્યા છો તો આવો આપણે ભારત- પાકિસ્તાન મળીને ગરીબી, અશિક્ષણની વિરુદ્ધ લડીએ. તેમણે મને જણાવ્યું કે, હું પઠાણનો બાળક છું સાચુ બોલુ છું અને સાચું જ કરુ છું. આજે પાકિસ્તાનનાં વડાપ્રધાને શબ્દોને કસોટી પર કસવાની જરૂર છે. 

પુલવામા હુમલાખોરોનો હિસાબ થશે
પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકવાદી હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હુમલાખોરોનો પુરતો હિસાબ થવો પડશે. તેમણે કહ્યું કે, મને વીર જવાનો પર ગર્વ છે જેમને હુમલાના મોટા ગુનેગારને હુમલાનાં 100 કલાક બાદ જ ત્યાં પહોંચાડી દેવામાં આવશે જ્યાં તેમનું સ્થાન હતું. પરંતુ તમે વિશ્વાસ રાખો, આ વખતે તમામ લોકોનો હિસાબ થશે અને હિસાબ પુર્ણ થશે. 

શહીદોને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને પણ યાદ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ટોંક અને સવાઇમાધોપુરની ધરતીથી પુલવામાના વીર જવાનોને નમન કરુ છું. હું આ વીર સપુતોને જન્મ આપનારી માતાઓને ફરીથી પોતાની સંવેદના વ્યક્ત કરુ છું. આત તમામે રાષ્ટ્ર સંરક્ષણ માટે મોટો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યું કે, તમારા કારણે જ ભારત આજે છાતી ફુલાવીને વિશ્વ પટલ પર ઉભા રહી શકે છે. સંપુર્ણ દેશ તમારી સાથે જ છે. આજે સમગ્ર વિશ્વ તમારી સાથે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news