આજે હાથી સાઈકલ પર સવાર છે અને નિશાના પર ચોકીદાર છેઃ પીએમ મોદી

લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મુરાદાબાદ પહોંચ્યા હતા અને રેલીમાં કહ્યું કે સંસદમાં ફરીથી ત્રણ તલાકનું બિલ રજૂ કરીશું 

આજે હાથી સાઈકલ પર સવાર છે અને નિશાના પર ચોકીદાર છેઃ પીએમ મોદી

મુરાદાબાદઃ લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના પ્રચાર માટે પીએમ મોદી રવિવારે ઉત્તરપ્રદેશમાં રેલીઓ સંબોધી રહ્યા હતા. અલીગઢમાં રેલી સંબોધ્યા પછી તેઓ મુરાદાબાદ પહોંચ્યા હતા. અહીં તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, અહીં મહાગઠબંધનનું વિઘટન થવાનું નક્કી છે. વિરોધ પક્ષના નેતાઓનું અત્યારે એક જ કામ છે, મોદીને ગાળો આપવી. આ કારણે જ હું ગાળોપ્રૂફ થઈ ગયો છું. 

મુરાદાબાદની રેલીમાં મોદીએ ફરીથી ત્રણ તલાકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, અમે સંસદમાં ફરીથી ત્રણ તલાકનું બિલ રજૂ કરીશું. તેમણે કહ્યું કે, અહીંનો જે પીત્તળ ઉદ્યોગ છે તેને વિકાસ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. 

યોગીજીની સરકાર દ્વારા 'એક જનપદ, એક ઉત્પાદ' યોજના ચલાવાઈ રહી છે. જેના અંતર્ગત કાચો માલ, ડિઝાઈન, પરીક્ષણ, પ્રદર્શન અને માર્કેટિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અહીંની ખાંડની મીલો ખેડૂતોના બાકીના લેણા ચૂકવવામાં આનાકાની કરી રહી છે. તેઓ કાન ખોલીને સાંભળી લે કે ચૂંટણી પૂરી થયા બાદ તમારો વારો આવવાનો છે. 

પીએમ મોદીએ કહ્યું કે, મૂળ સંકટ અસ્તિત્વનું હતું, આથી અગાઉની તમામ ગાળો પાછળ રહી ગઈ અને નવો નારો બનાવ્યો, 'મેરા ભી માફ, તુમ્હારાભી માફ, વરાન હો જાએંગે દોનોં સાફ'. જોકે, જનતા તેમને માફ નહીં કરે. હાફ-હાફ વાળાનો સંપૂર્ણ સફાયો થઈ જશે અને ફરી એક વખત ભાજપને પૂર્ણ બહુમત આપશે. આજે હાથી સાઈકલ પર સવાર થયો છે અને નિશાના પર ચોકીદાર છે. 

સપા-બસપા-કોંગ્રેસની મહામિલાવટની એ જ માનસિક્તા છે કે યુપીમાં બેટીઓ સાથેનો અત્યાચાર ચરમ પર હતો. પશ્ચિમ યુપીમાં તો ગુંડાઓએ બેટિઓનનું જીવન હરામ કરી નાખ્યું હતું. યોગીજીની સરકારે આ ગુંડાગીરી પર પ્રહાર કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news