મમતાની મુશ્કેલી જૂઓ, હવે તેઓ મારા માટે પથ્થર-થપ્પડની વાત કરે છેઃ PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા દીદીએ પહેલા પશ્ચિમ બંગાળને બરબાદ કર્યું છે, પોતાની સત્તાના નશામાં તેઓ હવો બંગાળને વધુ બરબાદ કરવા મથીરહ્યા છે, તેમને પોતાની સત્તા જવાનો ડર છે 
 

મમતાની મુશ્કેલી જૂઓ, હવે તેઓ મારા માટે પથ્થર-થપ્પડની વાત કરે છેઃ PM મોદી

બાંકુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપની અહીં રેલી ન યોજાય તેના માટે પશ્ચિમ બંગાળની TMC સરકારે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી હતી. તમારો જેના પર આશિર્વાદ હોય તેને તમારી વચ્ચે આવતા કોઈ રોકી શકે નહીં. 

મમતા દીદીએ પહેલા પશ્ચિમ બંગાળને બરબાદ કર્યું છે, પોતાની સત્તાના નશામાં તેઓ હવો બંગાળને વધુ બરબાદ કરવા મથીરહ્યા છે, તેમને પોતાની સત્તા જવાનો ડર છે. પીએમ મોદીએ કહ્યું કે, મમતા બેનરજીને માં-માટી-માનુષની નહીં, માત્ર ને માત્ર પોતાના હિત, પોતાની ખુરશી, પોતાના સગા-સંબંધીઓ, પોતાના ભત્રીજા, પોતાના ટોળેબાઝની ચિંતા છે.

વડાપ્રધાન મોદીએ મમતા દીદી અંગે વધુમાં કહ્યું કે, "દીદી કેટલી ચિંતિત છે તેનો અંદાજ તેમની ભાષાથી લગાવી શકાય છે. હવે તેઓ મારા માટે પથ્થર અને થપ્પડની વાતો કરી રહ્યા છે. દીદી, મને તો ગાળોની ટેવ છે. હું ગાળોને હજમ કરી લઉં છું, પરંતુ તમે તો ગભરાટમાં બંધારણનું પણ અપમાન કરી રહ્યા છો. દેશના વડાપ્રધાનને પીએમ માનવા તૈયાર નથી, પરંતુ પાકિસ્તાનની પીએમને વડાપ્રધાન માનવામાં તેમને ગૌરવ થાય છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news