Planet Changes: નવેમ્બરમાં આ ગ્રહોના રાશિ પરિવર્તનથી 5 રાશિના જાતકોને થશે લાભ, ચમકી જશે ભાગ્ય

November Planet Transit: નવેમ્બર મહિનો કેટલીક રાશિના જાતકો માટે શાનદાર રહેવાનો છે. આ મહિને પાંચ ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. જેનાથી પાંચ રાશિના જાતકોને મોટો લાભ થશે. 

Planet Changes: નવેમ્બરમાં આ ગ્રહોના રાશિ પરિવર્તનથી 5 રાશિના જાતકોને થશે લાભ, ચમકી જશે ભાગ્ય

નવી દિલ્હીઃ Planet Changes in November 2022: સોમવારથી નવો મહિનો નવેમ્બર શરૂ થઈ રહ્યો છે. આ મહિને 5 ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. તેવામાં આ મહિનો ખુબ મહત્વનો રહેશે. ગ્રહોના આ ગોચરથી સિંહ, કર્ક, મિથુન, કન્યા અને મકર રાશિના જાતકોને ખુબ લાભ થશે. તેવામાં આવો જાણીએ નવેમ્બરમાં ક્યો ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે અને તેનાથી પાંચ રાશિના જાતકોને શું લાભ થશે. 

આ દિવસે ગ્રહ કરશે રાશિ પરિવર્તન
નવેમ્બરનો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ રહેવાનો છે. 8 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં લાગશે. 11 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 13 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 16 નવેમ્બરે સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિમાં થશે. તો 24 નવેમ્બરે ગુરૂ મીનમાં ચાલ વર્કીથી માર્ગી થઈ જશે. 

મિથુન
ગ્રહના આ રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોને ફાયદો મળશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે અને સીનિયર્સ કામથી ખુશ રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ રાશિ પરિવર્તન સુખદ સમાચાર લાવશે. જે લોકો નોકરી બદલવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે, તેને આ મહિને સફળતા મળી શકે છે. 

સિંહ
સિંહ રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં કોઈ સિદ્ધિ હાસિલ થશે. ધન લાભનો યોગ બનશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને પણ ગ્રહોના આ રાશિ પરિવર્તનથી નવેમ્બરમાં ફાયદો મળશે. ઘર ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનનો યોગ છે. 

કર્ક
નવેમ્બર મહિનો કર્ક રાશિના જાતકો માટે લાભકારી રહેવાનો છે. મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સારા ફળની પ્રાપ્તિ થશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ નવેમ્બર મહિનો સારો રહી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. 

કન્યા
કન્યા રાશિના જાતકોને આ મહિનામાં ખુબ ફાયદો મળવાની આશા છે. ભાગ્યનો સાથ દરેક કામમાં મળશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નોકરી સાથે જોડાયેલા લોકો જે ટ્રાન્સફરની ઈચ્છા રાખી રહ્યાં છે તેનું સપનું પૂરુ થઈ શકે છે. આ મહિને ધન લાભ થશે. કારોબારીઓ માટે પણ આ મહિનો સારો રહેશે. 

મકર
કરિયર પ્રમાણે મકર રાશિના જાતકો માટે આ મહિનો ફળદાયી રહેવાનો છે. ગ્રહ ગોચરથી દરેક કાર્ય પૂરા થશે. આવક વધુ અને ખર્ચ ઓછો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરીકર્તા અને કારોબારીને લાભ થશે. 

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news