અમદાવાદ સાયબર ક્રાઈમ ફરી વિવાદમાં! PI સહિત બે પોલીસ કર્મી 10 લાખની લાંચમાં ભરાયા!

લોકસભા ચૂંટણીના મતગણતરીના એક દિવસ અગાઉ અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એ 10 લાખ રૂપિયાની લાંચ લેતા સાયબર ક્રાઈમ નાં હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલ તેમજ એ.એસ.આઈ ગૌરાંગ ગામેતી ની ધરપકડ કરી હતી. 

 અમદાવાદ સાયબર ક્રાઈમ ફરી વિવાદમાં! PI સહિત બે પોલીસ કર્મી 10 લાખની લાંચમાં ભરાયા!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના પીઆઇ સહિત બે પોલીસ કર્મી 10 લાખની લાંચ માંગવાની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાત એસીબીએ પીઆઇ વતી બે પોલીસ કર્મી 10 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા છે.

અમદાવાદ શહેરનું મુખ્ય બ્રાન્ચ એટલે સાયબર ક્રાઇમ બ્રાંચ ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ ફરી એક વાર વિવાદમાં આવી છે. થોડા મહિના ઓ પહેલા સાયબર ક્રાઈમ નાં પોલીસ કર્મી લખો ની લાંચ લેતા ઝડપાયા હતા, ત્યારે ફરી એક વાર આવો જ કિસ્સો બન્યો છે. લોકસભા ચૂંટણીના મતગણતરીના એક દિવસ અગાઉ અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એ 10 લાખ રૂપિયાની લાંચ લેતા સાયબર ક્રાઈમ નાં હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ પટેલ તેમજ એ.એસ.આઈ ગૌરાંગ ગામેતી ની ધરપકડ કરી હતી. 

આ કેસમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે થોડા સમય પહેલા ફરિયાદી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ક્રિકેટ સટ્ટાનો કેસ દાખલ થયો હતો, જેમાં ઝડપથી ગુનાની ચાર્જશીટ કરવા માટે સાયબર ક્રાઈમ નાં પીઆઈ બી.એમ પટેલે ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માગી હતી. અંતે ફરિયાદીએ 10 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. જોકે ફરિયાદીની પૈસા આપવા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી પીઆઈ વતી 10 લાખની લાંચ લેતા બે પોલીસકર્મીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં માસ્ટર માઈન્ડ પીઆઈ બી.એમ પટેલ ફરાર હોય તેઓની શોધખોળ એસીબી એ હાથ ધરી છે. 

એસીબી ની તપાસમાં સામે આવ્યું છે કે જે તે સમયે સટ્ટા બેટિંગ નો કેસ કરવામાં આવ્યો ત્યાર બાદ સટ્ટા બેટિંગ કેસ ના આરોપી અને હાલ એસીબી કેસ ના ફરિયાદી ને રૂબરૂ મળવા માટે સાયબર ક્રાઇમ બ્રાંચ આ પીઆઇ બી.એમ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી ત્યારે મુખ્ય આરોપી પી આઈ બી.એમ પટેલે 20 લાખ ની લાંચ માંગી હતી જેનું રેકોર્ડિંગ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યું હતું જે રેકોર્ડિંગ એસીબી માં રજુ કરતા એસીબી એ આખું એક છટકું ગોઠવ્યું હતું. જેમાં પીઆઇ બી.એમ પટેલ ના સ્ટાફ ના બંને પોલીસ કર્મી લાંચ ની રકમ લેવા માટે ગયા હતા ત્યારે જ બંને પોલીસ કર્મી એસીબીના હાથે પકડાઈ ગયા હતા હતા અને એસીબી ની ટ્રેપ ની જાણ પીઆઇ બી.એમ પટેલ ને થઇ જતા સાયબર ક્રાઇમ બ્રાંચ ની કચેરી ખાતે થી ફરાર થઇ ગયા હતા.

ગુજરાત એસીબી એ ભાગેડુ પીઆઈ બી.એમ પટેલને શોધવા અલગ અલગ ચાર પીઆઇ ની ટીમ કામે લગાડી હતી પણ પોલીસ અધિકારી અને પોલીસ ની પદ્ધતિ થી જાણકાર હોવાથી એસીબીના હાથે લાગ્યા ન હતા ત્યારે એસીબીએ આ કેસ સિવાય અન્ય કેસમાં પીઆઇ કે એના પોલીસ કર્મી એ આવા પ્રકાર નો ભ્રષ્ટાચાર કર્યો છે કે તેની તપાસ શરુ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news