ગુજરાતમાં કોંગ્રેસે ફરી વચનોની લ્હાણી કરી, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ત્રણ વાયદા કર્યા
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારી કર્મીઓ માટે 3 વાયદાઓ કર્યા છે. તેમણે કોન્ટ્રાકટ કર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જનતાને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ મહત્વપૂર્ણ ટ્વીટ કર્યું છે.
રાહુલ ગાંધીએ ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ ટ્વીટ કર્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે વચનોની લ્હાણી કરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વાયદા કર્યા છે.
कांग्रेस का पक्का वादा
✅ संविदाकर्मियों को पक्की नौकरी
✅ पुरानी पेन्शन व्यवस्था (OPS) बहाल
✅ समय पर प्रमोशन
राजस्थान में लागू किया, अब गुजरात में कांग्रेस सरकार बनते ही कर्मचारियों को उनका हक़ मिलेगा। #कांग्रेस_देगी_पक्कीनौकरी
— Rahul Gandhi (@RahulGandhi) October 30, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારી કર્મીઓ માટે 3 વાયદાઓ કર્યા છે. તેમણે કોન્ટ્રાકટ કર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે. ત્યારબાદ બીજો વાયદો સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનો આપવામાં આવ્યો છે. આ સિવાય ત્રીજો વાયદો રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓને લાભ આપ્યો એવો ગુજરાતમાં પણ મળશે.
આ પણ વીડિયો જુઓ:-
રાહુલ ગાંધીએ ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ત્રણ વાયદા નીચે મુજબ છે.
1. કોન્ટ્રાકટકર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરવાનું વચન
2. સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનો પણ વાયદો
3. રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓને લાભ આપ્યો એવો ગુજરાતમાં પણ મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે