સાબરમતી જેલમાં ખેલાયો લોહિયાળ જંગ! એક કેદીએ બીજાની હત્યા કરી, તપાસમાં ઘટસ્ફોટ

અગાઉ ભારતીય આર્મીમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ફરજ બજાવતો હતો. જ્યાં કરેલી એક હત્યાના કેસમાં તે સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. જોકે તે સમયગાળા દરમિયાન ફરી તેણે એક હત્યાને અંજામ આપતા તેની જેલમાંથી ધરપકડ કરાઈ છે. 

સાબરમતી જેલમાં ખેલાયો લોહિયાળ જંગ! એક કેદીએ બીજાની હત્યા કરી, તપાસમાં ઘટસ્ફોટ

ઉદય રંજન/અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં 15 દિવસ પહેલા એક કેદીએ બીજા કેદીની હત્યા કરી હતી, જે ગુનામાં હત્યારા કેદીની રાણીપ પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ હતી કે કે આ હત્યા કરનાર આરોપી પૂર્વ આર્મી મેન છે અને અગાઉ તેણે કરેલી એક હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા કાપી રહ્યો છે. ..

રાણીપ પોલીસની ગીરફ્તમાં દેખાતો આ આરોપીએ એક નહીં બે હત્યાને અંજામ આપ્યો છે. આ આરોપીનુ નામ ભરત પ્રજાપતિ છે અને તે અગાઉ ભારતીય આર્મીમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ફરજ બજાવતો હતો. જ્યાં કરેલી એક હત્યાના કેસમાં તે સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. જોકે તે સમયગાળા દરમિયાન ફરી તેણે એક હત્યાને અંજામ આપતા તેની જેલમાંથી ધરપકડ કરાઈ છે. 

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર 4 એ માં 22મી મેના સવારે 5 વાગે આસપાસ કેશાભાઈ પટેલ નામ નાં 71 વર્ષિય કેદી સુઈ રહ્યો હતો ત્યારે આ આરોપીએ તેને માથામાં ઈંટ મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. જેલમાં હત્યા કરવામાં આવી હોવાથી આ મામલે રાણીપ પોલીસ મથકે IPC ની કલમ 303 મુજબ ગુનો નોંધાયો હતો.

આ ઘટનાને લઈને ઈન્ચાર્જ જેલર પ્રકાશ સિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ભરત પ્રજાપતિ મૂળ ગાંધીનગર નો માણસા નો રહેવાસી છે અને થોડા વર્ષો પહેલા જ્યારે તે આર્મીમાં ફરજ બજાવતો હતો. ત્યારે એક હત્યા કરી હતી. જેમાં આર્મી કોર્ટ દ્વારા વર્ષ 6 જુલાઈ 2023માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે અમદાવાદ ની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો. 

છેલ્લા 10 મહિનાથી ભરત પ્રજાપતિ જેલમાં કેદ હતો. જે દરમિયાન 13 જાન્યુઆરી 2024 ના રોજ તેણે અન્ય કેદીને માથામાં પથ્થર મારી ઈજાઓ પહોંચાડી હતી. જોકે બાદમાં તેની બેરેક બદલી દેવામાં આવી હતી. જોકે આ ઘટના પાછળનું કારણ જાણવા માટે આરોપીની વધુ પુછપરછ પોલીસે હાથ ધરી છે.

આ ઘટનામાં મોતને ભેટનાર કેશાભાઈ પટેલ સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેમાં તેને 5 વર્ષની કેદની સજા થઈ હતી. આ કેસમાં આરોપીને આર્મી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોય પોલીસે કોર્ટમાંથી પરવાનગી મેળવીને અંતે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ આરોપી જેલમાં હત્યા કરી શકતો હોય તેથી પોલીસ અને જેલ વિભાગ બન્ને માટે આ કેદીને સાચવવો મુશ્કેલ પડી શકે છે. જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં હત્યા પાછળનું શું કારણ સામે આવે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news