ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?

Gujarat Weather Update: કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.

પ્રિમોન્સૂન વરસાદની આગાહી

1/9
image

રાજ્યમાં ગરમીની વિદાયનો પ્રારંભ આજથી થઈ ગયો છે. આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. 

15 સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ વધશે

2/9
image

અંબાલાલ પટેલની આગાહીઓ મોટાભાગે સાચી પડે છે. તેમણે એક બીજી પણ ચોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે. આ વખતે અંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 15 સપ્ટેમ્બર બાદ આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. 15 સપ્ટેમ્બર બાદ સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધવાની શકયતાઓ રહેલી છે.

3/9
image

અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25-30 km જયારે 40 km ની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે. આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય. 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. તેમણે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. અરબ સાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 8 જૂને અરબસાગરમાં હવામાં ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે.   

4/9
image

કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે.

5/9
image

અંબાલાલ પટેલે કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે.  

આ સમયે કરજો વાવણી

6/9
image

ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જે તેમણે ખરીફ પાકના વાવાણી માટે બહુ કામની સાબિત થશે. ગુજરાતમાં ખરીફ સિઝનની વાવણી 80થી 82 લાખ હેક્ટરમાં થાય છે. ખેડૂતો એ આ વાવણીમાં સૌથી વધારે તકેદારી રાખવાની જરૂર છે.   

અરબી સમુદ્રમાં લો પ્રેશર

7/9
image

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે. રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે.

મે કરતા વધારે તપશે જુન

8/9
image

લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે, આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે. જૂન મહિનામાં હીટવેવના દિવસો મે કરતા વધારે રહેશે. જુન મહિનામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતા પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનામાં સામાન્ય રીતે 3 દિવસ હીટવેવ રહે છે, આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે. 30 મે બાદ 3 થી 4 દિવસ માટે ગરમી ઘટી શકે છે, કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે. પરંતું ત્યાર બાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

9/9
image

દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે.