અભિજીત બેનરજીને નોબેલ માટે અભિનંદન, પરંતુ તેમની વિચારધારા ડાબેરીઃ પીયુષ ગોયલ

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિજીતને અભિનંદન પાઠવી ચૂક્યા છે. જોકે નોબેલ મળ્યા પછી અભિજીતે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જો તેને તાત્કાલિક સંભાળવામાં નહીં આવે તો અત્યંત ખરાબ પરિણામ આવશે. 

Trending Photos

અભિજીત બેનરજીને નોબેલ માટે અભિનંદન, પરંતુ તેમની વિચારધારા ડાબેરીઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ અર્થશાસ્ત્રનો નોબેલ જીતનાર અભિજીત બેનરજીના મુદ્દે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અભિજીત બેનરજીની પ્રશંસા કરી રહી છે તો ભાજપના નેતાઓ તેના વિચારોનો સતત વિરોધ કરી રહ્યા છે. હવે કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે શુક્રવારે જણાવ્યું કે, "અભિજીત બેનરજીને નોબલ પુરસ્કાર માટે અભિનંદન પાઠવું છું, પરંતુ તેમની વિચારધારા અંગે તમે સૌ જાણો છો. તેમની વિચારધારા સંપૂર્ણપણે ડાબેરીઓથી પ્રેરિત છે. તેમણે કોંગ્રેસની 'ન્યાય' યોજનાના મોટા ગુણગાન ગાયા હતા, પરંતુ ભારતની પ્રજાએ તેમની આ વિચારધારાને નકારી દીધી હતી."

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિજીતને અભિનંદન પાઠવી ચૂક્યા છે. જોકે નોબેલ મળ્યા પછી અભિજીતે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જો તેને તાત્કાલિક સંભાળવામાં નહીં આવે તો અત્યંત ખરાબ પરિણામ આવશે. 

— ANI (@ANI) October 18, 2019

કોંગ્રેસના ટોચના નેતૃત્વએ અભિજીત બેનરજી અને તેમની સાથે અર્થશાસ્ત્રનો પુરસ્કાર જીતનારા એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને પણ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, "પોતાના દેશનું ગૌરવ વધારનારા પ્રોફેસર બેનરજી અને તેમની સાથે કામ કરતા સહયોગીઓએ દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવા માટે પ્રાયોગિક વલણ રાખ્યું છે, જેની મદદથી ભારત સહિત વૈશ્વિક સ્તરે લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની મદદ મળી છે."

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અભિજીત બેનરજીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, "તેમણે ન્યાયને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરી હતી." ઉલ્લેખનીય છે કે, દેશવાસીઓને લઘુત્તમ આવકની ગેરન્ટી આપતી 'ન્યાય યોજના' કોંગ્રેસે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં રજુ કરી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news