SBI-PNB વેચાવાની કગારે પહોંચી? ગ્રાહકો રઘવાયા થયા, સરકારની એક ટ્વીટથી સામે આવ્યું સત્ય
PIB Fact Check: સરકાર તરપથી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) ના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયા ચાલુ છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા હાઉસ તરપથી દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ અને પીએનબી તથા બેંક ઓફ બરોડાના પ્રાઈવેટાઈઝેશનના દાવા થવા લાગ્યા. આ ખબર જેવી સોશિયલ મીડિયા પર ફેલાઈ આ બેંકોના કરોડો ગ્રાહકો સ્તબ્ધ થઈ ગયા. પરંતુ હવે સરકારની અધિકૃત ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) એ આ ખબર પરથી પડદો ઉઠાવ્યો.
Trending Photos

વાયરલ પોસ્ટમાં શું હતી જાણકારી?
પીઆઈબી તરફથી જણાવવામાં આવ્યું છે કે અનેક મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે નીતિ આયોગે 3 બેંકો SBI અને PNB તથા બેંક ઓફ બરોડાના ખાનગીકરણ સંબંધિત લિસ્ટ શેર કર્યું છે. આ ખબર ઝડપથી બેંકના ગ્રાહકો વચ્ચે ફેલાઈ ગયું. હવે પીઆઈબી ફેક્ટ ચેક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ખબર સંપૂર્ણ રીતે ખોટી છે. નીતિ આયોગ તરફથી આવું કોઈ પણ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી.
ઓગસ્ટ 2019માં સરકારે બેંકો મર્જર કરી
હકીકતમાં આ ખબરને લોકો તરફથી એટલા માટે પણ સાચી માનવામાં આવી કારણ કે ઓગસ્ટ 2019માં સરકારે અનેક બેંકો મર્જર કરી હતી. ત્યારબાદ દેશમાં સરકારી બેંકોની સંખ્યા ઘટીને 12 રહી ગઈ. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે બે સરકારી બેંકો અને એક જનરલ ઈન્શ્યુરન્સ કંપનીના પ્રાઈવેટાઈઝેશનનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
કેન્દ્રની અધિકૃત ફેક્ટ ચેકર પીઆઈબી ફેક્ટ ચેક(PIB Fact Check) એ લોકોને આ પ્રકારના ભ્રામક સંદેશાઓ ફોરવર્ડ કરવા વિરુદ્ધ ચેતવ્યા છે. PIB Fact Check તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં સરકાર તરફથી જણાવાયું છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. આ પ્રકારના ભ્રામક સંદેશાઓને આગળ વધારવા જોઈએ નહીં. આ ટ્વીટ પીઆઈબી તરફથી 8 જાન્યુઆરીએ કરવામાં આવી છે.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે