Phalodi Satta Market: ફલૌદી સટ્ટા બજારની આગાહીએ ફરી ચોંકાવ્યા, અતિ મહત્વના રાજ્યમાં ભાજપની સીટો ઘટાડી

Lok Sabha Election 2024: છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ભાજપના નેતૃત્વવાળું એનડીએ અને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ દાવા વચ્ચે દેશના પ્રમુખ સટ્ટા બજારે લોકસભા ચૂંટણીને લઈને ફરીથી એક દાવો કર્યો છે. 

Phalodi Satta Market: ફલૌદી સટ્ટા બજારની આગાહીએ ફરી ચોંકાવ્યા, અતિ મહત્વના રાજ્યમાં ભાજપની સીટો ઘટાડી

દેશમાં હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. મતદાનના પાંચ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. હવે બે તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ભાજપના નેતૃત્વવાળું એનડીએ અને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ દાવા વચ્ચે દેશના પ્રમુખ સટ્ટા બજારે લોકસભા ચૂંટણીને લઈને ફરીથી એક દાવો કર્યો છે. 

ફલૌદી સટ્ટા બજાર પર બધાની નજર
અમે રાજસ્થાનના પ્રસિદ્ધ ફલૌદી સટ્ટા બજારની વાત કરીએ છીએ. દેશમાં થનારી લગભગ દરેક ચૂંટણીમાં આ સટ્ટા બજાર પર મોટાભાગે બધાની નજર હોય છે. આ ફલૌદી સટ્ટા બજારના દાવા વિશે જાણીએ. 

શું કર્યું છે અનુમાન?
ફલૌદી સટ્ટા બજારનું માનીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપ 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ દોહરાવતી જોવા મળી શકે છે. વર્ષ 2019માં ભાજપને યુપીમાં કુલ 80 બેઠકોમાંથી 64 સીટ મળી હતી. ફલૌદી સટ્ટા બજાર મુજબ આ વખતે પણ ભાજપને યુપીમાં 60-65 સીટો મળે તેવું અનુમાન કરાયું છે. જ્યારે ફલૌદી સટ્ટા બજારે યુપીમાં એકવાર ફરીથી સમાજવાદી પાર્ટી-કોંગ્રેસવાળા ગઠબંધનને 15-20 સીટો મળવાનું અનુમાન કર્યું છે. 

પાંચમા તબક્કાના મતદાન બાદ બદલાયા આંકડા
13મી મેના રોજ ફલૌદી સટ્ટા બજાર તરફથી આવેલા અનુમાનમાં ભાજપને 300 આજુબાજુ સીટો મળે તેવું અનુમાન કરાયું હતું. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ફક્ત 40-42 સીટો મળે તેવું અનુમાન હતું. જે 2019ની ચૂંટણીમાં મળેલી 52 સીટો કરતા પણ ઓછું હતું. બાકીની બચેલી સીટો પર અન્ય પક્ષોની જીતનું અનુમાન કરાયું હતું. જો કે એક અઠવાડિયા બાદ ફરીથી ફલૌદી સટ્ટા બજારનું અનુમાન બદલાયું છે. હવે  ભાજપ 300 કરતા પણ ઓછી સીટો નીચે આવી ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીનો આંકડો 70થી 85 બેઠકો સુધી પહોંચ્યો છે. 

શું છે આ ફલૌદી સટ્ટા બજાર?
ફલૌદી સટ્ટા બજારમાં હારનારી પાર્ટીનો ભાવ વધુ હોય છે. જીતનારી પાર્ટીનો  ભાવ ઓછો હોય છે. તેમાં ખાસ વાત એ પણ છે કે ફલૌદીના સટોડિયાઓ દેશની સાથે સાથે દુનિયાના રાજનીતિક અને ખેલની ગતિવિધિઓ, વરસાદ, હવામાન જેવા અનુમાનો ઉપર પણ નજર રાખે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. ખબરનો હેતુ ફક્ત સટ્ટા બજારમાં ચાલી રહેલા ટ્રેન્ડ દર્શાવવાનો છે. આ દાવાઓનું સમર્થન ઝી 24 કલાક કરતું નથી. પરિણામ અલગ પણ હોઈ શકે છે. સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news