દિલ્હીથી નોઈડા જતા લોકોના થશે કોરોના ટેસ્ટ!, રાજધાનીમાં વાયરસનો પ્રકોપ વધતા લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના પ્રશાસને આ જાણકારી આપી. કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસ વચ્ચે દિલ્હીથી આવનારા લોકોના રેન્ડમ કોવિડ-19 તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે.

દિલ્હીથી નોઈડા જતા લોકોના થશે કોરોના ટેસ્ટ!, રાજધાનીમાં વાયરસનો પ્રકોપ વધતા લેવાયો નિર્ણય

નોઈડા: દિલ્હી (Delhi) થી નોઈડા (Noida) આવનારા લોકો માટે બુધવારથી રેન્ડમ કોવિડ-19 તપાસ (Covid 19 Test) થશે. ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાના પ્રશાસને આ જાણકારી આપી. કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસ વચ્ચે દિલ્હીથી આવનારા લોકોના રેન્ડમ કોવિડ-19 તપાસ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય જિલ્લાધિકારી સુહાસ એલ વાયની જિલ્લાના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મંગળવારે થયેલી ઓનલાઈન બેઠકમાં લેવાયો હતો. 

સુહાસે સ્પષ્ટ કર્યું કે નોઈડા અને દિલ્હી વચ્ચે લોકોની અવરજવર પર કોઈ રોક નહીં લાગે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને જિલ્લાધિકારીએ અધિકારીઓને ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો, જે ડીએનડી (દિલ્હી નોઈડા ફ્લાય વે) અને ચિલ્લામાં નોઈડા-દિલ્હીની સરહદે તૈનાત રહેશે અને દિલ્હીથી આવનારા લોકોની રેન્ડમ કોવિડ-19 તપાસ કરશે. 

દિલ્હીમાં કોરોનાનો કેર
જિલ્લાધિકારીએ કહ્યું કે ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં હાલમાં સંક્રમણના વધેલા કેસોના કારણે તેને પહોંચી વળવા માટે એક પ્લાન બનાવવામાં આવ્યો છે. સુહારે પત્રકારોને કહ્યું કે ક્રોસ બોર્ડર અવરજવરના  કારણે સંક્રમણ વધ્યું છે, આથી એવા લોકોની રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે અને અહીંની તમામ સંસ્થાઓને લક્ષણવાળા લોકો પર નજર રાખવા, ઓળખ કરવા અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ભલામણ કરવામાં આવી છે. 

તેમણે કહ્યું કે હાલના દિવસોમાં તહેવારોના કારણે દિલ્હી અને નોઈડામાં લોકોની અવરજવર વધી છે અને આથી આવનારા કેટલાક દિવસો મહત્વના રહેશે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય વિભાગને પણ હોસ્પિટલોમાં પૂરતી તૈયારી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લાધિકારીએ જણાવ્યું કે રેન્ડમ તપાસ રેપિડ એન્ટીજન કિટથી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news