ચીનની સેનાએ લદાખમાં 'માઈક્રોવેવ વેપન'નો ઉપયોગ કર્યો? જાણો ભારતીય સેનાનો જવાબ
Trending Photos
નવી દિલ્હી: લદાખ બોર્ડર (Ladakh Border) પર છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન (China) વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. બંને દેશની સેનાઓ પોત પોતાના મોરચે ડટેલી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની કૂટનીતિક અને કોર કમાન્ડર સ્તરની બેઠકો યોજાઈ ચૂકી છે. પરંતુ તણાવ ઓછો થવાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
આ બધા વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો જેમાં ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પૂર્વ લદાખમાં ભારતીય સેનાના કબ્જાવાળી બે ટોચને ખાલી કરાવવા માટે 'માઈક્રોવેવ વેપન' (Microwave Weapon) નો ઉપયોગ કર્યો હતો.
જો કે ભારતીય સેના (Indian Army) એ આ અંગે ખુલાસો કરતા મોટી સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે આવી કોઈ ઘટના ઘટી નથી. આ દાવો સંપૂર્ણ રીતે નિરાધાર છે. સેનાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આવા સમાચારને ફગાવવામાં આવ્યા છે.
Media articles on employment of microwave weapons in Eastern Ladakh are baseless. The news is FAKE. pic.twitter.com/Lf5AGuiCW0
— ADG PI - INDIAN ARMY (@adgpi) November 17, 2020
ભારતીય સેનાના ટ્વિટર હેન્ડલથી કરાયેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "પૂર્વ લદાખમાં માઈક્રોવેવ વેપન્સના ઉપયોગવાળા મીડિયા રિપોર્ટ્સ નિરાધાર છે, આ ખબર FAKE છે."
અત્રે જણાવવાનું કે ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસર જિન કેનરૉન્ગે એક ઓનલાઈન સેમિનારમાં દાવો કર્યો હતો કે ભારતીય સેનાને રણનીતિક દ્રષ્ટિએ મહત્વની બે ટોચ પરથી હટાવવા માટે ચીનની સેનાએ માઈક્રોવેવ હથિયારોનો ઉપયોગ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે