Winter Session: સાંસદોના સસ્પેન્શન હંગામો ચાલુ, વિપક્ષના હોબાળા વિરુદ્ધ BJP નું વિરોધ પ્રદર્શન

સંસદના શિયાળુ સત્રનો આજે  પાંચમો દિવસ છે અને રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બંને ગૃહોમાં વિપક્ષનો ગતિરોધ ચાલુ છે. ગાંધી પ્રતિમા સામે આજે પણ સસ્પેન્ડેડ સાંસદોના ધરણા ચાલુ છે.

Winter Session: સાંસદોના સસ્પેન્શન હંગામો ચાલુ, વિપક્ષના હોબાળા વિરુદ્ધ BJP નું વિરોધ પ્રદર્શન

Parliament Winter Session Live Updates: સંસદના શિયાળુ સત્રનો આજે  પાંચમો દિવસ છે અને રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બંને ગૃહોમાં વિપક્ષનો ગતિરોધ ચાલુ છે. ગાંધી પ્રતિમા સામે આજે પણ સસ્પેન્ડેડ સાંસદોના ધરણા ચાલુ છે. તેમના ધરણા વચ્ચે ભાજપના પણ સાંસદો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા. બંને તરફથી નારેબાજી થઈ. 

મનસુખ માંડવિયાનું નિવેદન
ઓક્સિજન શોર્ટેજના કારણે થયેલા મોત અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં કહ્યું કે અમે બધા રાજ્યોને આ અંગે ડેટા આપવા જણાવ્યું હતું. જેમાંથી 19 રાજ્યોએ પ્રતિભાવ આપ્યા. એક માત્ર પંજાબ રાજ્યએ ઓક્સિજનની અછતના કારણે ચાર 'શંકાસ્પદ' મોતની જાણકારી આપી હતી. 

— ANI (@ANI) December 3, 2021

લોકસભા અધ્યક્ષ, રાજ્યસભાના ઉપ સભાપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ ડો. રાજેન્દ્ર પ્રસાદની જયંતીના અવસરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પુષ્પાંજલિ અર્પિત કરી. 

— ANI (@ANI) December 3, 2021

ભાજપના સાંસદોનું વિરોધ પ્રદર્શન
સંસદમાં વિપક્ષના હંગામાને લઈને ભાજપના સાંસદોએ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાથી આંબેડકરની પ્રતિમા સુધી માર્ચ કરીને વિરોધ વ્યક્ત કર્યો. 

સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિપક્ષનો વિરોધ
રાજ્યસભામાંથી વિપક્ષના 12 સાંસદોના સસ્પેન્શનના મુદ્દે સંસદના બંને સદનોમાં ગતિરોધ સતત ચાલુ જ છે અને વિપક્ષ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news