Parliament Session: Corona પર બોલ્યા મનસુખ માંડવિયા, દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરતા રહ્યાં, ન મળી ખાલી કરવાની જગ્યા

Mandaviya on Corona: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરી રહ્યાં હતા પરંતુ તેને ખાલી કરવાની જગ્યા નહોતી. 

Parliament Session: Corona પર બોલ્યા મનસુખ માંડવિયા, દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરતા રહ્યાં, ન મળી ખાલી કરવાની જગ્યા

નવી દિલ્હીઃ Winter Session of Parliament: સંસદના શિયાળુ સત્ર દરમિયાન શુક્રવારે લોકસભામાં ઓક્સીજનની કમી અને કોરોના મુદ્દા પર બોલતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરતા રહ્યા પરંતુ તેને ખાલી કરવાની જગ્યા નહોતી. સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠકમાં વારંવાર કહ્યુ હતુ કે તેમાં છુપાવવાની કોઈ વાત નથી, કોરોનાથી મોત થયા છે તેના ડેટા આપો. 

તેમણે કહ્યું કે, દિલ્હીના રસ્તા પર ટેન્કર ફરતા રહ્યા પરંતુ ખાલી કરવાની જગ્યા નહોતી. માંડવિયાએ કહ્યુ કે, ખુબ રાજનીતિ થઈ ઓક્સીજનના મુદ્દા પર અને મોતના મુદ્દા પર. પ્રધાનમંત્રી સતત તે કહેતા રહ્યા કે મોતનો આંકડો છુપાવવાની જરૂર નથી. કેટલાક રાજ્યોએ જરૂરીયાત કરતા વધુ ઓક્સીજનની માંગ કરી હતી. 

— ANI (@ANI) December 3, 2021

તેમણે આગળ કહ્યું કે, અમે બધા રાજ્યોને તેને લઈને આંકડા વિશે પૂછ્યુ હતું. 19 રાજ્યોએ તેના પર જવાબ આપ્યો પરંતુ માત્ર પંજાબે જણાવ્યું કે, ઓક્સીજનની કમીને કારણે ત્યાં શંકાસ્પદ મોત થયા. ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઓક્સીજનની કમીથી થયેલા મોતનો તેમની પાસે આંકડો નથી. ત્યારબાદ વિપક્ષી દળોએ સરકાર પર નિશાન સાધ્યુ હતું. 

ભાજપના સાંસદોએ કર્યું પ્રદર્શન
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં 'અભદ્ર વર્તન' બદલ સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોએ શુક્રવારે સંસદ પરિસરમાં તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં ધરણા ચાલુ રાખ્યા હતા. બીજી તરફ ભાજપના કેટલાય રાજ્યસભા સભ્યોએ આ સસ્પેન્ડેડ સાંસદોના વર્તન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના રાજ્યસભા સભ્યો છેલ્લા સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં હોબાળો દર્શાવતા પ્લેકાર્ડ લઈને આવ્યા હતા અને તેમાંથી કેટલાકે લખ્યું હતું કે, "લોકશાહી? કે ગુંડાગીરી?"

ભાજપના મહાસચિવ અરૂણ સિંહ, સાંસદ સૈયદ જફર ઇસ્લામ, રાકેશ સિન્હા અને ઘણા અન્ય સાંસદો પ્રદર્શનમાં સામેલ થયા હતા. તો સસ્પેન્ડશન બાદ દરરોજ પ્રદર્શન કરી રહેલા 12 વિપક્ષી સાંસદોએ આજે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ધરણા આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news