લોકસભા : અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચામાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર બાદ ભાજપનો વળતો જવાબ...

મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં આજે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

લોકસભા : અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચામાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર બાદ ભાજપનો વળતો જવાબ...

નવી દિલ્હી: મોદી સરકાર વિરૂધ્ધ વિપક્ષ દ્વારા આજે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો છે. જે પરની ચર્ચામાં રાહુલ ગાંધીએ કરેલા આકરા પ્રહારો બાદ રક્ષા મંત્રીએ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ભાજપ પાસે સ્પષ્ટ બહુમત છે. માત્ર અમારો વિરોધ કરવા માટે વિપક્ષ એક થવા છતાં પણ બહુમતથી દૂર છે. આજે અમારી પાર્ટી દેશના દરેક ખૂણે પહોંચી ચૂકી છે. અગાઉ ભાજપના માત્ર બે સાંસદ હતા. આજે હું જોઇ રહ્યો છું અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારા જનતાના વિશ્વાસને સમજી શક્યા નથી. કોઇ પણ બિન કોંગ્રેસી પાર્ટીને બહુમત મળ્યો નથી. માત્ર ભાજપને બહુમત મળ્યો છે. 

સરકાર વિરુદ્ધ લોકસભામાં આજે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ છે. સદનની કાર્યવાહી શરૂ થતા જ જય શ્રીરામના નારા લાગ્યાં. બીજેડીએ કાર્યવાહી શરૂ થતા જ સદનમાંથી વોકઆઉટ કર્યું. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મરક મરક હસ્યાં. આ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંસદ પહોંચીને વિક્ટરી સાઈન દર્શાવી હતી. અવિશ્વાસ પ્રસ્તાવને  લઈને વડાપ્રધાન મોદીએ, અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મીટિંગ કરી. આ બાજુ વિપક્ષી પાર્ટીઓ પણ સત્તારૂઢ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને ઘેરવાની તૈયારીઓમાં છે. પીએમ મોદી વિરુદ્ધ અવિશ્વાસન પ્રસ્તાવ તેલુગુ દેશમ માર્ટી લાવી છે. લોકસભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા પહેલા કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો  કે તેમની પાર્ટીને ચર્ચા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. ખડગેએ કહ્યું કે 'સરકાર ફક્ત એ દર્શાવવા માંગે છે કે અમે ચર્ચા કરવા માટે તક આપી.'

રાહુલના આક્ષેપોનો રક્ષામંત્રીએ આપ્યો જવાબ
રાહુલ ગાંધીના આરોપો પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે રાફેલ ડીલ પર એન્ટનીએ જે કરાર તૈયાર કર્યો હતો તેને આગળ વધારવામાં આવ્યો છે. રાફેલ ડીલની જાણકારી જાહેર કરી શકાય નહીં.

દેશની જનતા માટે તેમના હ્રદયમાં જગ્યા નથી-રાહુલ ગાંધી
અવિશ્વાસના પ્રસ્તાવ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરવા માંડ્યા. તેમણે વિકાસ અને અન્ય મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યાં. તેમણે પીએમ મોદી પર નિશાન સાંધતા કહ્યું કેમોટા કારોબારીઓને તેઓ સહયોગ કરે છે પરંતુ દેશની જનતા માટે તેમના હ્રદયમાં જગ્યા નથી. રાફેલ ડીલ ઉપર પણ રાહુલે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી ત્યાં ગયા તો ડીલનું બજેટ વધારી દેવાયું. જાદુથી આ કિંમત 1600 કરોડ રૂપિયા થઈ ગઈ. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે રક્ષામંત્રી ઉપર રાફેલ ડીલની સાચી કિંમત ન બતાવવાનો આરોપ લગાવ્યો. તેના પર સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે રાહુલે વારંવાર રક્ષામંત્રીનું નામ લીધુ છે આથી તેમને બોલવાની તક આપવામાં આવશે.

રાહુલે પીએમ મોદી પર સીધા પ્રહારો કરતા કહ્યું કે હવે તેઓ ઈમાનદાર રહ્યા નથી આથી તેઓ મારી સાથે નજર મિલાવી શકતા નથી. સમગ્ર દેશે જોયું કે મેં સ્પષ્ટ કહ્યું છે આથી મોદી મારી સામે નજર મિલાવી શકતા નથી. રાહુલે કહ્યું કે પીએમએ કહ્યું હતું કે હું ચોકીદાર છું, પરંતુ મિત્ર (અમિત શાહ)ના પુત્રની આવક વધી તો પીએમ મોદી કશું બોલ્યા નહીં. રાફેલ ડીલ ઉપર પણ રાહુલે સરકાર પર નિશાનવ સાધ્યું.

— ANI (@ANI) July 20, 2018

અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ 2019માં જનતા આપશે-ભાજપ
ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લા બાદ ભાજપના નેતા રાકેશ સિંહને બોલવા માટે સમય આપવામાં આવ્યો. તેમણે સરકારનો પક્ષ રજુ કર્યો. તેમણે કોંગ્રેસના શાસનકાળમાં થયેલા જાતજાતના કૌભાંડોનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસે પોતાના શાસનકાળમાં દેશની જનતાને વોટબેંક તરીકે ઉપયોગ કર્યો. રાકેશ સિંહે વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ જનતા 2019માં આપશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશના વિકાસને નવી દિશા આપી. આ અવિશ્વાસ પ્રસ્તાવને દેશ સમજી શકતો નથી. તેમણે કહ્યું કે પહેલાની સરકારોને મહિલાઓની ચિંતા હોત તો તેમણે ચૂલ્હો ફૂંકીને ખાવાનું ન બનાવવું પડત. 18000 ગામડાઓ અંધારામાં ડૂબેલા હતાં. પીએમ મોદીએ 1000 દિવસ અગાઉ ત્યાં વીજળી પહોંચાડી.

તેમણે કહ્યું કે આઝાદી બાદ દેશમાં એક જ પરિવારના લોકોનું શાસન રહ્યું છે. આઝાદી બાદ આ શાસન લગભગ 48 વર્ષ રહ્યું. કોંગ્રેસને એક જ પરિવારની સરકાર સિવાય બીજી કોઈ સરકાર પસંદ નથી. ભારતના લોકતંત્રની મિસાલ સમગ્ર દુનિયામાં અપાય છે. લોકતંત્રનો અર્થ ફક્ત અમારી સરકાર નથી.

— ANI (@ANI) July 20, 2018

અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પાછળ ચાર કારણો-ટીડીપી
ટીડીપી નેતા જયદેવ ભલ્લાએ કહ્યું કે નિષ્પક્ષતા, ખાસ ઝુકાવ, પ્રાથમિકતા, વિશ્વાસ એ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટેના ચાર મુખ્ય કારણો છે. તેમનું કહેવું છે કે આંધ્ર પ્રદેશના ભાગલા બાદ રાજ્યમાંથી 90 ટકા સંસ્થાઓ તેલંગાણામાં જતી રહી છે. તેમનું એમ પણ કહેવું છે કે ભાગલા બાદ આંધ્ર પ્રદેશ કૃષિ આધારિત રાજ્ય બની ગયુ છે. રાજ્યમાં ઉદ્યોગધંધાનો રેશિયો પણ ઘટી ગયો છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશના 5 કરોડ લોકો સાથે અન્યાય થયો. લોકો સાથે ખોટા વાયદા કરાયા. તેમણે પીએમ મોદીને પૂછ્યું કે શું તેઓ જણાવશે કે જે વચનો તેમણે આપ્યાં તે ક્યારે પૂરા કરશે.

— ANI (@ANI) July 20, 2018

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા કોંગ્રેસે લગાવ્યો આ 'મોટો આરોપ'

લોકસભામાં આજે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા પહેલા કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો  કે તેમની પાર્ટીને ચર્ચા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. ખડગેએ કહ્યું કે 'સરકાર ફક્ત એ દર્શાવવા માંગે છે કે અમે ચર્ચા કરવા માટે તક આપી.' હકીકતમાં મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં સવારે 11 વાગ્યે ચર્ચા શરૂ થવાની છે. આ પ્રસ્તાવ પર થનારી ચર્ચા પર સમગ્ર દેશની નજર છે.

— ANI (@ANI) July 20, 2018

લોકસભામાં સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી સતત ભાષણનો દોર ચાલશે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારી મુખ્ય પાર્ટી ટીડીપી લોકસભામાં પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરશે. તેને સદનમાં બોલવા માટે 13 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. પાર્ટી તરફથી જયદેવ ગલ્લા પહેલા વક્તા હશે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સદનમાં લંચ બ્રેક નહીં હોય અને પ્રશ્નકાળ પણ નહીં હોય.મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને પ્રસ્તાવ પર પોતાના વિચાર રજુ કરવા માટે 38 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સદનમાં પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગે તેના પર બોલી શકે છે.

— ANI (@ANI) July 20, 2018

અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના વિચારો રજુ કરવા માટે અન્ય વિપક્ષી દળો અન્નામુદ્રકને 29 મિનિટ, તૃણમૂલ કોંગ્રેસને 27 મિનિટ, બીજુ જનતાદળ (બીજેડી)ને 15 મિનિટ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ને 9 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત ટીડીપીના પ્રસ્તાવ પર પાર્ટીના નેતાના ભાષણથી થશે જ્યારે તેનું સમાપન પીએમ મોદી કરશે. સદનમાં ચર્ચા દરમિયાન વિપક્ષ ભાજપ સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. વિપક્ષ આ દરમિયાન સરકારની નીતિઓ અને દેશની હાલની સ્થિતિ પર સરકાર સામે સવાલો ઉઠાવશે. કહેવાય છે કે દેશમાં નિષ્ફળ ગયેલી અસુરક્ષા, મહિલા વિરુદ્ધ અપરાધો, ભીડ દ્વારા થતી હિંસા અને હત્યા પર વિપક્ષ પોતાના તીખા સવાલો ઉઠાવશે.

પ્રસ્તાવ પર સદનમાં ચર્ચા લગભગ સાત કલાક ચાલશે. સાંજે લગભગ 6 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિશ્વાસ પ્રસ્તાવ અને વિપક્ષ તરફથી કરાયેલા પ્રશ્નોના જવાબ આપશે. જ્યારે કોંગ્રેસ તરફથી પાર્ટીની કમાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સંભાળશે. સદનમાં સભ્યોની કુલ સંખ્યા 533 છે. જેમાં એનડીએ પાસે 315 છે. જ્યારે યુપીએ પાસે 147. અન્ય પાસે 71 સભ્યો છે. બહુમતનો આંકડો 267 છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news