દિગ્ગજ નેતાઓ સહિત 64 લોકોની સુરક્ષા પાછી ખેંચી, પોલીસે કર્યો ખુલાસો

આઈબી દ્રારા જણાવવામાં આવ્યુ છે કે માત્ર સંજીવ ભટ્ટ નહી પરંતુ સંજીવ ભટ્ટ સહિત 64 લોકોની સુરક્ષા પરત ખેંચવા માં આવી છે.

દિગ્ગજ નેતાઓ સહિત 64 લોકોની સુરક્ષા પાછી ખેંચી, પોલીસે કર્યો ખુલાસો

ગાંધીનગર: પૂર્વ આઈપીએસ અઘિકારી સંજીવ ભટ્ટને આપેલ સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવાતા વિવાદ ઉભો થયો છે. આ વિવાદને લઈ રાજ્ય પોલીસ દ્રારા ખુલાસો આપવામાં આવ્યો છે. જેમાં આઈબી દ્રારા જણાવવામાં આવ્યુ છે કે માત્ર સંજીવ ભટ્ટ નહી પરંતુ સંજીવ ભટ્ટ સહિત 64 લોકોની સુરક્ષા પરત ખેંચવા માં આવી છે. આઈબીનું કહેવું છે કે સુરક્ષા આપતા પેહેલા કેટેગરી નક્કી કરવામાં આવે છે જેમાં નોન કેટગરી અને કેટેગરી આમ બે ભાગમાં સુરક્ષા આપવાનુ નક્કી કરવામાં આવે છે. 

આઈબીના જણાવ્યા અનુસાર થોડા દિવસોના અંતરે રીવ્યૂં કમિટીની મીટીંગ મળતી હોય છે અને જે મિટીંગમાં મહાનુભાવોને આપવામાં આવેલ સુરક્ષા અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલા ઈનપુટના આધારે સુરક્ષા ચાલુ રાખવાનો કે પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવે છે.

આ મીટીંગમાં નોન કેટેગરીના કુલ 64 લોકોની સુરક્ષા પરત ખેંચવા તથા એક્સ/વાય કેટેગરી ધરાવતા 5 મહાનુભાવોની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ 2 મહાનુભાવોની સુરક્ષા વાય કેટેગરીમાંથી એક્સ કેટેગરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જજીસ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સંસદની પણ સુરક્ષા પરત લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રમણલાલ વોરા, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, શક્તિસિંહ ગોહીલ, ભરત સિંહ સોલંકી, પૂર્વ આઈપીએસ સુધી સિન્હા,પોલીસ ઇન્સ્પેકટર પી એલ સોલંકી,મહિલા અધિકારી દિવ્યા રવિયા અને સંજીવ ભટ્ટ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news