Parliament: સંસદ પરિસરમાં વાંદરાઓ ભગાડવા 4 લોકોની નિમણૂંક, કાઢશે લંગુરનો અવાજ, મહિને મળશે આટલા રૂપિયા

Parliament Premises: પહેલાં વાંદરાઓને ભગાડવા લંગુરને રાખવામાં આવતા હતા, પરંતુ હવે તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. હવે સંસદ પરિસરમાં વાંદરાઓને ભગાડવા માટે 4 લોકોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. 
 

Parliament: સંસદ પરિસરમાં વાંદરાઓ ભગાડવા 4 લોકોની નિમણૂંક, કાઢશે લંગુરનો અવાજ, મહિને મળશે આટલા રૂપિયા

નવી દિલ્હીઃ Parliament Premises Monkeys News: સંસદ ભવનમાં હંગામો કરનાર વાંદરાઓને ભગાડવા માટે 4 લોકોની નિમણૂંક કરવામાં આવી છે. આ બધા ચારેય લોકો લંગુરનો અવાજ કાઢી અને બીજા ઉપાયોથી વાંદરાઓને ભગાળશે. સંસદ સુરક્ષા સેવાના પરિપત્રથી આ જાણકારી મળી છે. સંસદ સુરક્ષા સેવા દ્વારા 22 જૂને જારી પરિપત્ર અનુસાર, તે જાણવા મળ્યું છે કે સંસદ ભવન પરિવરમાં હંમેશા વાંદરાઓની હાજરી જોવા મળી છે. તેમાં તે રિપોર્ટનો ઉલ્લેખ છે કે ભવનની દેખરેખ કરનાર કેટલાક કર્મીઓ દ્વારા ખાવાની વદેલી વસ્તુને કચરાપેટી અને ખુલામાં ફેંકી દેવામાં આવે છે. 

સંસદ સુરક્ષા સેવાના પરિપત્રમાં કહેવામાં આવ્યું કે ખાવાની વસ્તુને કચરાપેટી અને ખુલ્લામાં ફેંકવી વાંદરાઓ, બિલાડીઓ અને ઉંદરોને આકર્ષિત કરવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. પરિપત્રમાં સંબંધિત  પક્ષોને સૂચન આપવામાં આવ્યા છે કે ભોજનની વધેલી વસ્તુ ગમે ત્યાં ફેંકે નહીં. 

વાંદરાઓને ભગાડવા માટે કાઢશે લંગુરનો અવાજ
પરિપત્ર પ્રમાણે વાંદરાઓના તોફાનને નિયંત્રિત કરવા માટે સંસદ સુરક્ષા સેવાએ ચાર લોકોને નોકરી પર રાખ્યા છે. સંસદમાં વાંદરાઓ ભગાડવા માટે સેવા પર લેવામાં આવેલા એક કર્મીએ મીડિયાને જણાવ્યું કે પહેલા વાંદરાઓને ભગાડવા માટે લંગુરને રાખવામાં આવતા હતા, પરંતુ હવે તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. તેમણે કહ્યું કે અમને સંસદમાં વાંદરાઓ ભગાડવા માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે. 

વાંદરાઓને ભગાડવા માટે મળશે કેટલા રૂપિયા?
નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓએ જણાવ્યું, અમે લંગુરનો અવાજ કાઢી અને બીજી રીતે વાંદરાઓને ભગાળીશું. વાંદરાઓને ભગાડવા માટે બે પ્રકારના કર્મીઓને રાખવામાં આવ્યા છે. જેમાં એક અનુભવી અને બીજા બિનઅનુભવી કર્મી છે. કુશલ કર્મીઓને 17900 રૂપિયા અને અકુશલ કર્મીઓને 14900 રૂપિયા દર મહિને પગાર આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news