Oscars Awards: ખબર છે!!! એવોર્ડની ડિઝાઇન, તેની કીંમત અને ઑસ્કર નામ કેવી રીતે પડ્યું, ખૂબ જ રસપ્રદ છે કહાની

Oscars 2023: આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં 95માં ઓસ્કર્સ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડસનું આયોજન થયું છે. જેમાં ભારતનો આ વખતે ડંકો વાગ્યો છે. 

 Oscars Awards: ખબર છે!!! એવોર્ડની ડિઝાઇન, તેની કીંમત અને ઑસ્કર નામ કેવી રીતે પડ્યું, ખૂબ જ રસપ્રદ છે કહાની

Oscars 2023: ઑસ્કર 2023 માટે ભારતની ઘણી ફિલ્મો નોમિનેટેડ છે. એન્ટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો એવોર્ડ ઑસ્કર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેકનું સપનું હોય છે કે, ઑસ્કર એવોર્ડ એક વખત તેઓ પોતાના હાથમાં લે..  ત્યારે આજે અમે જણાવીશું કે, એવોર્ડની ડિઝાઇન, તેની કીંમત અને ઑસ્કર નામ કેવી રીતે પડ્યું...  

તો સૌથી પહેલા તમને જણાવીએ તો, એક્ટર એમિલિયો ફર્નાંડિસના ન્યૂડ ફોટોના ઇન્સપિરેશનથી આ ટ્રોફી ડિઝાઇન કરવામાં આવી છે. એટલા માટે જ આ એવોર્ડ ન્યૂડ હોય તેવો નજરે પડે છે. આ ટ્રોફી 13 ઇંચ લાંબી હોય છે અને તેનુ વજન 450 ગ્રામ હોય છે.

No description available.

શું ઓસ્કાર ટ્રોફી સોનાની બનેલી હોય છે?
ઘણા લોકો માને છે કે, ઓસ્કર ટ્રોફી સોનામાંથી બને છે જો કે આ વાત સંપૂર્ણ ખોટી છે ઑસ્કર ટ્રોફી મેટલની બનેલી હોય છે. જેના પર 24 કેરેટ સોનાની પરત ચઢાવવામાં આવે છે. એક ટ્રોફી બનાવવા માટે 1 હજાર ડૉલરનો ખર્ચ થાય છે. સાથે એ પણ જણાવી દઇએ કે, આ ટ્રોફીને કોઇ વેચી શકતું નથી. 

ઓસ્કાર નામ કેવી રીતે પડ્યું?
આ એવોર્ડ પહેલા ઑસ્કર નામથી નહોતો ઓળખાતો પરંતુ તેને એકેડમી પુરસ્કાર કહેવામાં આવતો હતો. હજુ પણ કેટલીક જગ્યાએ તેને એકેડેમી એવોર્ડના નામથી પણ સંબોધવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર એકેડમી એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરે જ્યારે આ ટ્રોફી જોઇ ત્યારે તેમને પોતાના અંકલ ઑસ્કર જેવી આ ટ્રોફી લાગી.. બસ ત્યારથી જ તેનુ નામ ઑસ્કર પડી ગયું.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news